Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેખીત રજુઆત બાદ પણ કોન્સ્ટેબલને છાવરતા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા:દારૂના નશામાં રાત્રીના સમયે ફોન કરી મારી નાખવાની ધમકી આપનાર ભકિતનગર પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વીરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમીશ્નરને આદેશ ફરમાવતી ગુજરાત હાઈકોર્ટ

    16 hours ago

    • રાજ્ય સેવક પોલીસ જ આવુ કરશે તો લોકોએ ન્યાય માટે જવાનું કોની પાસે : ગુજરાત હાઈકોર્ટની ટકોર ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગિરથસિંહ જયવંતસિંહ ઝાલાએ રાત્રીના સમયે દારૂના નશામાં 35 જેટલા ફોન કરી તુ ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવ, તુ મને ઓળખતો નથી, નોકરી મુકી દવ અને 302 કરી નાખુ, રેકોર્ડીંગ થાતુ હોય તો કરીને વાઈરલ કરી દેજે, મને કાંઈ ડોફોય ફેર પડતો નથી, હું સીસ્ટમ હેઠે નથી, સીસ્ટમ મારી પાસે છે વિગેરે પ્રકારે બેફામ વાણી, વીલાશ કરી રાજ્ય સેવક પોલીસને શોભે નહી તેવુ ફરજનું બર્કીંગ સમાન કૃત્ય કરી કાયદાના રક્ષક ભક્ષક બની આમ જનતાને કારણ વગર સતાનો દુરઉપયોગ કરી હેરાન પરેશાન કરનાર પોલીસ કોન્સ્ટેબલ વીરૂધ્ધ કમીશ્નરને કરેલ રજુઆત અન્વયે કાર્યવાહી ન કરતા ગુજરાત હાઈકોર્ટમાં સ્મિત સખીયાએ કાર્યવાહી કરતા રાજકોટ શહેર પોલીસ કમીશ્નરને પોલીસ કોન્સ્ટેબલ વીરૂધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરમાં મવડી રોડ પર ન્યુ માયાણીનગરમાં રહેતા સ્મિત કીશોરભાઈ સખીયાને તેના મોબાઈલ પર તા.24.06.2026ના મોડી રાત્રીના 35 જેટલા ફોન આવ્યા હતા જેમા દારૂના નશામાં વાત કરનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલાએ ફરજનું બર્કીંગ કરી સતાનો દુરઉપયોગ કરી કોઈજ કારણ વગર અવાર નવાર ફોન કરી તુ ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવ, તુ મને ઓળખતો નથી, નોકરી મુકી દવ અને 302 કરી નાખુ, રેકોર્ડીંગ થાતુ હોય તો કરીને વાઈરલ કરી દેજે, મને કાંઈ ડોફોય ફેર પડતો નથી, હું સીસ્ટમ હેઠે નથી, સીસ્ટમ મારી પાસે છે વિગેરે પ્રકારે બેફામ વાણી વીલાશ કરી સતાનો દુરઉપયોગ કરી કોઈજ કારણ વગર હેરાન પરેશાન કરનાર પોલીસ કોન્સ્ટેબલ વીરૂધ્ધ કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમીશ્નરને તા.10.07.2026ના રેકોર્ડીંગ સ્ક્રીપ્ટ સાથે ઈલેક્ટ્રોનીક પુરાવો જોડી કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. ત્યારબાદ પણ કાયદો કાનુન જાણે માત્ર આમ જનતા માટે જ હોય, ગુન્હો આચરનાર પોલીસને કાયદો કાનુન લાગુ પડતા ન હોય તે રીતે છાવરી કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા સ્મિત સખીયાએ ગુજરાત હાઈકોર્ટમાં ગુન્હો આચરનાર પોલીસ કોન્સ્ટેબલ વીરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમીશ્નર, પોલીસ ઈન્સપેકટર ભક્તિનગર પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલા વિગેરેને પક્ષકાર બનાવી પીટીશન દાખલ કરી હતી. પીટીશન ચાલવા પર આવતા સ્મિત સખીયાના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલાએ તેના મોબાઈલ ઉપરથી સ્મિત સખીયાના મોબાઈલ ઉપર 35થી વધુ ફોન મોડી રાત્રીના કરી રાજ્ય સેવર પોલીસને શોભે નહી તેવુ સતાનો દુરઉપયોગ કરી, બેફામ વાણી વીલાશ કરી કારણ વગરનુ કૃત્ય આચરી સ્મિત સખીયાને હેરાન પરેશાન કરનાર રાજ્ય સેવક પોલીસ વીરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમીશ્નર રાજકોટ શહેરને લેખીત રજુઆત કરવા છતા ગુન્હો આચરનાર પોલીસ કોન્સ્ટેબલ આ પ્રકારની ગુન્હાહીત પ્રવૃતી આચરતા અટકે અને આમ જનતા અને પોલીસ વચ્ચે કાયદામાં સમાન હેતુ જળવાઈ રહે માટે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવી જોઈતી હતી તેમ છતા પોલીસ કમીશ્નર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રજુઆતમાં કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે, રાજય સેવક પોલીસ જ આવુ કરશે તો આમ જનતાએ ન્યાય માટે જવાનું કયાં? તે અન્વયે સરકારી વકીલ દ્વારા પોલીસ કમીશ્નરને કરેલ રજુઆત અન્વયે કાર્યવાહી બાદ હાઈકોર્ટ સમક્ષ કાર્યવાહી કરવી જોઈએ તેવી રજુઆતો કરવામાં આવી હતી. તમામ પક્ષેની રજુઆતો લક્ષે લઈ અરજદાર સ્મિત સખીયા દ્વારા રાજકોટ શહેર પોલીસ કમીશ્નરને તા.10.07.2026ના રોજ કરેલ લેખીત રજુઆત અન્વયે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વીરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. ઉપરોકત કેસમા અરજદાર સ્મિત સખીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા હાઈકોર્ટમાં પ્રતિકભાઈ જસાણી રોકાયેલ હતા.
    Click here to Read More
    Previous Article
    SMVS મહેસાણામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ગુરુવર્ય સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે હજારો ભક્તો ઉમટ્યા
    Next Article
    નવસારીમાં ભારે વરસાદની આગાહી, 'રેડ એલર્ટ' જાહેર:આવતીકાલે આંગણવાડી, કોલેજો અને ITI બંધ રાખવા તંત્રનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment