Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ભારે વરસાદની આગાહી, 'રેડ એલર્ટ' જાહેર:આવતીકાલે આંગણવાડી, કોલેજો અને ITI બંધ રાખવા તંત્રનો આદેશ

    15 घंटे पहले

    હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે તમામ આંગણવાડીઓ, કોલેજો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, નવસારી જિલ્લાની તમામ શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. વહીવટી તંત્રએ તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ ભારે વરસાદની આગાહીને પગલે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી હોવાથી સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે. અઠવાડિયા અગાઉ આવેલા પૂર જેવી પરિસ્થિતિમાં શહેરીજનોને 48 કલાકથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આથી, સંભવિત પૂર જેવી સ્થિતિ સામે લડવા માટે માનસિક રીતે તૈયાર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લેખીત રજુઆત બાદ પણ કોન્સ્ટેબલને છાવરતા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા:દારૂના નશામાં રાત્રીના સમયે ફોન કરી મારી નાખવાની ધમકી આપનાર ભકિતનગર પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વીરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમીશ્નરને આદેશ ફરમાવતી ગુજરાત હાઈકોર્ટ
    Next Article
    દેવાયત ખવડ મારફતે વકીલને કેસને હટી જવા દબાણ કર્યાનો મામલો:મહિલા DySP સામે ગંભીર આક્ષેપ બાદ હાઈકોર્ટનો અમદાવાદ ગ્રામ્ય SPને તપાસનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment