Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો, ચાલક જીવતો ભૂંજાયો:આગની લપેટમાં આવી જતાં માત્ર અવશેષો જ હાથ લાગ્યા, પોટલામાં ભરી પોસ્ટમોર્ટ માટે ખસેડાયા

    1 day ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ઘાતરવડી પુલ પર આજે (20 જૂન) વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંડોરણાથી વાવેરા રોડ ઉપર આવેલી ક્વોરી ભરડિયામાં મટિરિયલ ભરવા જતો ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો હતો. જે બાદ ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં ટ્રકચાલક જીવતો ભૂંજાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. ટ્રકમાં લાગેલી વિકરાળ આગમાં ચાલક જીવતો ભૂંજાયો અકસ્માતની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા, પોલીસ અને રાજુલા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રકમાં લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમે આશરે બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યાર બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. આગની લપેટમાં આવી જતાં માત્ર અવશેષો જ હાથ લાગ્યા પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક ટ્રકચાલકની ઓળખ અજય નાગભાઈ ભાલીયા તરીકે થઈ છે. આગની તીવ્રતા એટલી હતી કે, ચાલક સંપૂર્ણપણે દાઝી ગયો હતો અને તેના માત્ર અવશેષો જ મળી આવ્યા હતા. આ અવશેષો પોટલામાં ભરી પોસ્ટમોર્ટમ માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બે કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. રાજુલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અકસ્માતના કારણો, ટ્રકની ગતિ, કોઈ યાંત્રિક ખામી અથવા અન્ય સંજોગો અંગે તપાસ કરી રહી છે. ----- આ પણ વાંચો બે ટ્રકની ટક્કર બાદ બ્લાસ્ટ, એક ડ્રાઇવર જીવતો ભૂંજાયો પાંચ મહિના પહેલાં ગોધરા-અમદાવાદ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં બંને ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને બહાર નીકળવાનો મોકો ન મળતાં એ જીવતો ભૂંજાઇ ગયો છે. આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ગોધરાથી અમદાવાદ તરફ આઈસ્ક્રીમ ભરીને જઈ રહેલી એક ટ્રક વહેલી સવારે ગોધરા-અમદાવાદ હાઇવે પર આવેલા ડોક્ટરના મુવાડા પાસે ડિવાઈડર તોડીને સામેથી આવતી પથ્થર ભરેલી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરના ત્રાસથી આધેડનો આપઘાત:આરોપીએ રસ્તામાં રોકી માર માર્યો, પૈસા-મોબાઈલ પણ પડાવી લીધા; લાગી આવતા ઘરે ઝેરી દવા પી લીધી
    Next Article
    પાટણમાં NCC યુનિટ દ્વારા ત્રિ-દિવસીય યોગ શિબિર:NGES કોલેજોના કેડેટ્સ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment