Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં મહિલા સફાઈ કર્મચારીઓના ધરણાં:છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતાં આક્રોશ; કોન્ટ્રાક્ટર અને પ્રશાસને પેમેન્ટ અંગે હાથ ઊંચા કર્યા

    10 hours ago

    સુરતની ચર્ચિત ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં ફરજ બજાવતી આશરે 70 જેટલી મહિલા સફાઈ કર્મચારીઓએ છેલ્લા ત્રણ મહિનાથી બાકી રહેલા પગારની માંગ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં જ ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે. ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી શરદ ઝગડેની આગેવાની હેઠળ એકત્ર થયેલી મહિલા કર્મચારીઓએ યુનિવર્સિટી પ્રશાસનની નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આગામી 10 દિવસમાં જ દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે આટલા સમયથી મહેનતાણું ન મળતાં શ્રમિક પરિવારોમાં ઘેરા રોષની લાગણી ફેલાઈ છે. કોન્ટ્રાક્ટર અને પ્રશાસને જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા મજૂર યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જ્યારે બાકી પગાર અંગે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે યુનિવર્સિટી તરફથી ફંડ કે પેમેન્ટ ન મળ્યું હોવાનું બહાનું રજૂ કર્યું હતું. બીજી તરફ યુનિવર્સિટીના એડમિન વિભાગે પણ સ્ટાફને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો ન હોવાની વાત સ્વીકારીને પોતાની જવાબદારીમાંથી સીધા હાથ ઊંચા કરી લીધા હતા. કેમ્પસને સ્વચ્છ અને સુરક્ષિત રાખતી ગરીબ મહિલા કર્મચારીઓ આ પ્રકારના અસહકારપૂર્ણ વલણને કારણે પોતાના હકના નાણાં મેળવવા માટે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પરપ્રાંતીય પરિવારો આર્થિક કટોકટીમાં, તાત્કાલિક ચૂકવણીની માંગ આ આંદોલન કરી રહેલી મોટાભાગની મહિલાઓ પરપ્રાંતીય પરિવારોમાંથી આવે છે, જેઓ સુરત શહેરમાં ભાડાના મકાનમાં રહીને રોજનું કમાઈને રાશન લાવે છે. છેલ્લા ત્રણ મહિનાથી વેતન અટવાતાં તેમના માટે ઘરચલાવવું, બાળકોનું શિક્ષણ અને રોજીંદી જરૂરિયાતો પૂરી કરવી અત્યંત અશક્ય બની ગઈ છે. મજૂર યુનિયને યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપકો સમક્ષ આકરા શબ્દોમાં રજૂઆત કરીને માંગ કરી છે કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તમામ 70 મહિલા કર્મચારીઓનો બાકી પગાર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ઢાંકણીયા રોડ પર દબાણ હટાવાયું:ITI કોલેજ સામે જેસીબીથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા, તંત્રની કાર્યવાહી
    Next Article
    Jio Platforms IPO Creates History| Jio Platforms IPOએ બજાજ, હ્યુન્ડાઈ અને LG બધાને પાછળ મૂકી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment