Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMVS મંદિરની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી:આસ્થા, કલા અને પર્યાવરણનો સુંદર સંગમ, પર્યાવરણ જાગૃતિ અને સમાજસેવા સાથે જોડાયેલા કાર્યોનું આયોજન

    17 hours ago

    લંડનના વેસ્ટમોરલેન્ડ રોડ પર આવેલ SMVS (UK) શ્રીસ્વામિનારાયણ મંદિરના ભવ્ય પ્રારંભની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ અને સમાજસેવા સાથે જોડાયેલા અનેક સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો, પરિવારજનો, સેવકો અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ ઉજવણીને યાદગાર બનાવી દીધી. આસ્થા, કલા અને પર્યાવરણનો સુંદર સંગમ આ ઉજવણીના ભાગરૂપે મંદિરથી પ્રિન્સિસ એવન્યુ સુધી બાળકોની એક મ્યુરલ વૉક યોજાઈ હતી, જે આસ્થા, કલા અને પર્યાવરણનો સુંદર સંગમ બની રહી. બાળકો જોડે જોડે લાઇનમાં ચાલતા અને સ્વામિનારાયણ ધૂન ગાતા આગળ વધ્યા હતા. શિક્ષકો અને સેવકો પણ તેમની સાથે જોડાયા અને કિંગ્સબરી નેબરહૂડ ગ્રીન પ્રોજેક્ટ દ્વારા બનાવાયેલા રંગીન મ્યુરલ્સ સુધી તેમનું માર્ગદર્શન કર્યું.આ વૉક દ્વારા બાળકોને પર્યાવરણમાં થતા પરિવર્તનો અને રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી પર્યાવરણ‑મૈત્રીપૂર્ણ આદતો વિશે શીખવાની ઉત્તમ તક મળી. આમ, સ્થાનિક કળા સાથે જોડાઈને બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસતી જોવાનો આનંદ થયો. મંદિર દ્વારા શીખવવામાં આવેલી પર્યાવરણ‑મૈત્રીપૂર્ણ આદતો મંદિર દ્વારા સપ્તાહાંત દરમિયાન બાળકોને સરળ અને ઉપયોગી પર્યાવરણ‑મૈત્રીપૂર્ણ આદતો શીખવવામાં આવી હતી, જેમ કે, ફૅન્ટમ પાવર ડિટેક્ટિવ એટલે કે ઉપયોગમાં ન હોય તેવા ઉપકરણો બંધ કરો અને પ્લગ કાઢો, ટુ‑મિનિટ ટેપ એટલે કે દાંત સાફ કરતી વખતે ટેપ બંધ રાખો, ઝીરો‑વેસ્ટ લંચ એટલે કે ફરી વાપરી શકાય એવા ડબ્બાનો ઉપયોગ કરો અને ખોરાકનો કચરો ન કરો, ઇકો‑મોશન ડે એટલે કેચાલીને, સાયકલથી કે સ્કૂટરથી જવું, સનશાઇન ઓવર સ્વિચેસ એટલે કે શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ, સોર્ટિંગ સુપરહીરો એટલે કે પ્લાસ્ટિક, કાગળ અને કાર્ડ યોગ્ય ડસ્ટબિનમાં નાખો. તેમજ ફાઇવ‑મિનિટ શાવર સ્પ્રિન્ટ એટલે કે ટૂંકા શાવરથી પાણી અને ઊર્જા બંને બચાવો. આ સરળ આદતો બાળકોને સમજાવે છે કે આપણી નાની‑નાની બાબતો પણ પર્યાવરણ માટે મોટો ફેરફાર લાવી શકે છે. સમાજગૌરવ અને પર્યાવરણ જાગૃતિનો સુંદર મેળાપ સ્થાનિક કળા, પર્યાવરણ જાગૃતિ અને સમાજગૌરવને જોડતો આ સુંદર ઉપક્રમ ખરેખર પ્રશંસનીય છે. યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી વિકસાવવામાં મંદિરની આ ભૂમિકા ખૂબ જ પ્રેરણાદાયી છે. આ સુંદર પહેલને સમર્થન આપતા અમને ખૂબ આનંદ થયો અને ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજાય તેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સુર્યકાંત જાદવાનો રિપોર્ટ
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:વૃષભ અને મકર રાશિ માટે વ્યાવસાયિક સફળતાના સંકેત, સિંહ અને કન્યા રાશિના ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે
    Next Article
    Ground Report | આવ્યો, પણ અણધાર્યો | Saurashtra Rain | Gujarat Monsoon Heavy Rain | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment