Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી માતાજીના મંદિરમાં ધનતેરસે લક્ષ્મી સમૂહપૂજન:શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીની પધરામણી સાથે અન્નકૂટ અને શ્રી સુક્તમ યજ્ઞ યોજાશે

    14 hours ago

    અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આવેલા અષ્ટલક્ષ્મી માતાજીના મંદિરમાં ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના શુભ મુહૂર્તમાં મુક્તાત્માનંદ સરસ્વતીની નિશ્રામાં યોજાયેલા લક્ષ્મી સમૂહપૂજનમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. દિવાળીએ અન્નકૂટ દર્શન અને શંકરાચાર્યજીની પધરામણી દિવાળીના પાવન દિવસે અષ્ટલક્ષ્મી માતાજીના મંદિરમાં સાંજ 04.30 થી 08.30 વાગ્યા સુધી અન્નકૂટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેથી તમામ ભક્તજનો અન્નકૂટના દર્શનનો લાભ લઈ શકશે. આ વિશેષ પ્રસંગે કાંચી કામકોટિ પીઠાધીશ્વર શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સાંજના સમયે શિવાનંદ આશ્રમ ખાતે પધારશે. તેમની ગરિમામય ઉપસ્થિતિમાં 108 દીવાની મહાઆરતી સંપન્ન થશે. ઉપરાંત, આશ્રમમાં શ્રી સુક્તમ યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્ણાહુતિ વખતે તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. નૂતન વર્ષે મંદિરોમાં વિશેષ શૃંગાર દર્શન બેસતા વર્ષ એટલે કે 10મી નવેમ્બરના ના રોજ નૂતન વર્ષના શુભ પ્રારંભ નિમિત્તે શિવાનંદ આશ્રમના તમામ મંદિરોમાં અદ્ભુત અને મનોહર શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ છે.
    Click here to Read More
    Previous Article
    SMVS હોસ્પિટલમાં મહિલા કર્મચારીની બેગમાંથી કોમન ક્રેટ સાપ નીકળ્યો:કર્મચારીઓમાં મોડી રાત્રે દોડધામ, પર્યાવરણ પ્રેમી પ્રદીપ સોલંકીએ અત્યંત ઝેરી સાપને રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યો
    Next Article
    સિહોરમાં બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:હરિયાણાના ત્રણ શખસ ઝડપાયા, એક પાસેથી ગેરકાયદે પિસ્તોલ સહિત જીવતા કારતૂસ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment