Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિહોરમાં બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:હરિયાણાના ત્રણ શખસ ઝડપાયા, એક પાસેથી ગેરકાયદે પિસ્તોલ સહિત જીવતા કારતૂસ મળ્યા

    14 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિહોર-ટાણા રોડ પરથી બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં ત્રણ શખસને રૂપિયા7 હજારની રોકડ અને ₹50 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આશરે એક મહિના પહેલાં સિહોરની એકતા સોસાયટીમાં આવેલા બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ એક શખસ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવતાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. એક મહિના પહેલા ચોરી કર્યાંની કબૂલાત સિહોર-ટાણા રોડ પરથી મનોજ પીતાંમ્બરભાઈ વણોદીયા, રાકેશ ઉર્ફે રાકલો પ્રકાશભાઈ વણોદિયા અને રીંકું બેલસીંગભાઈ રાજકોટીયા પાસેથી ₹7 હજાર રોકડ અને ₹50 હજારની કિંમતનું બાઈક મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન ત્રણેયે શખસોએ આશરે એક મહિના પહેલાં સિહોરની એકતા સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ત્રણેયને વધુ તપાસ માટે સિહોર પોલીસને સોંપાયા આ ગુનામાં સોનલબેન સોલંકીનું નામ પણ ખુલ્યું હતું. જ્યારે મનોજ વણોદીયા પાસેથી ₹10 હજારની દેશી બનાવટની ગેરકાયદે પિસ્તોલ અને ₹300ના જીવતા કારતૂસ મળી આવતાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે કુલ ₹67,300નો મુદ્દામાલ કબજે કરી ત્રણેયને વધુ તપાસ માટે સિહોર પોલીસને સોંપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી માતાજીના મંદિરમાં ધનતેરસે લક્ષ્મી સમૂહપૂજન:શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીની પધરામણી સાથે અન્નકૂટ અને શ્રી સુક્તમ યજ્ઞ યોજાશે
    Next Article
    Ramayana Makers Warn Of Legal Action Against Those Sharing Unauthorised Clips

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment