Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રૂરલ પોલીસ ફરી ઊંઘતી રહી ગઈ:SMCના પૂર્વ વડાની રેન્જમાં SMCનો દરોડો લોધિકા પાસેથી રૂ.11.16 લાખનો દારૂ પકડાયો

    1 week ago

    રાજકોટ રૂરલ પોલીસને વધુ એક વખત અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટો સપાટો બોલાવ્યો છે. રાજકોટની ભાગોળે આવેલા માખાવડ ગામની સીમમાં એક ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે SMCની ટીમે ત્રાટકીને રૂ.11.16 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. જ્યારે આ નેટવર્ક ચલાવનાર મુખ્ય બૂટલેગર ઉમંગ કાનાણી સહિતના અન્ય શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને પડેલા આ દરોડાથી બૂટલેગરો અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. 5 હજારની લાલચમાં 7થી 8 વાર પાઇલોટિંગ કર્યું પોલીસની આકરી પૂછપરછમાં આરોપી અજયે કબૂલાત કરી હતી કે, મવડીમાં ઉમિયા ચોક પાસે રહેતા ઉમંગ કાનાણી (મૂળ રહે. ગેલાણા, તા. કેશોદ) એ પંદર દિવસ પહેલાં તેને એક વખતના રૂ.5 હજાર આપવાની લાલચ આપી પાઇલોટિંગ કરવાનું કહ્યું હતું. 10 દિવસ પહેલા ઉમંગે તેને આ વાડી બતાવી હતી. આજે આ દારૂનો જથ્થો મવડી બાપા સીતારામ ચોક ખાતે પહોંચાડવાનો હતો, પરંતુ તે પાઇલોટિંગ કરવા વાડીએ પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અજયે અગાઉ પણ 7થી 8 વખત ઉમંગની દારૂ ભરેલી ગાડીઓનું પાઇલોટિંગ કર્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઊઠી છે. હાલ પોલીસે અજય ભરડા, ઉમંગ કાનાણી, બહારથી દારૂ મોકલનાર અને રાજકોટમાં દારૂ મગાવનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાઇક લઇને પાઇલોટિંગ કરતો શખ્સ દેખાયો અને તરત જ ઝડપી લેવાયો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના સંજય વરજાંગભાઇ ચાવડાએ લોધિકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે માખાવડથી સાંગણવા જવાના રોડ પર બિલીપત્ર ફાર્મથી આગળ રોડની જમણી બાજુ આવેલી લોખંડના દરવાજાવાળી વાડીમાં ઉમંગ કાનાણી (પટેલ) નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી 61 પેટી અને 7 છૂટી બોટલ મળી કુલ 739 બોટલ (કિંમત રૂ.11,16,000) વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ દરમિયાન વાડીમાં બાઇક લઈને આવેલા એક શખ્સને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ અજય રમેશ ભરડા (મૂળ રહે. ભાટસીમરોલી, તા.કેશોદ, હાલ રહે. ઉમિયા ચોક નજીક, મવડી, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. વાડીના માલિકની ભૂમિકા શંકાસ્પદ! વાડીના માલિકને તેડું મોકલતા પાળ ગામે રહેતો ગેરેજ સંચાલક કિશોર નાગજી વસોયા હાજર થયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, થોડા સમય પહેલા જ તેણે સરવે નં.454ની આ જમીન નિખિલ સોરઠિયા પાસેથી ખરીદી હતી. જોકે, ઓરડીનો કબજો અને તેની ચાવી હજુ પણ જૂના માલિક નિખિલ સોરઠિયા પાસે જ રહેતી હતી. જેથી પોલીસે નિખિલને તપાસ અર્થે તેડું મોકલ્યું છે. તપાસ પડધરી PI ચૌહાણને સોંપાઈ લોધિકા તાલુકાના માખાવડ ગામે પકડાયેલા વિદેશી દારૂના આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) નો દરોડો હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આથી, જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે આ કેસની તટસ્થ તપાસ થાય તે હેતુથી સમગ્ર બનાવની તપાસ પડધરી PI એમ.જે. ચૌહાણને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:236 મુરતિયા મેદાને, બાજી હવે 9,85,952 મતદારના હાથમાં
    Next Article
    ડમી ડ્યૂટીકાંડ:તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર, હવે લેવાશે પગલાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment