Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:236 મુરતિયા મેદાને, બાજી હવે 9,85,952 મતદારના હાથમાં

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજ્યભરમાં આગામી તા.26મીને રવિવારના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ચકાસણીના અંતે 242 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી 6 ઉમેદવારે પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા હવે કુલ 236 ઉમેદવાર ચૂંટણી જંગમાં અંતિમ લડાઈ લડશે. રાજકોટમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના 72-72 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના 69 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મતગણતરીની તૈયારી;હોલમાં 14 ટેબલ, 3 નો સ્ટાફ રખાશે આગામી તા.26મીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તા.28મી મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચની સૂચના મુજબ મતગણતરી કેન્દ્રમાં વધુમાં વધુ 14 ટેબલ અને પ્રત્યેક ટેબલ પર 3 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે અને મતગણના કેન્દ્રમાં ટોચના અધિકારી તમામ પર નજર રાખશે. 12 પુરાવા માન્ય; 3 વોર્ડમાં બે-બે EVM મુકાશે વોર્ડ નં. 4, 13 અને 15માં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી મતદાન મથકો પર બે-બે EVM મશીનો ગોઠવવાની નોબત આવી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ, જો મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ સહિતના 12 જેટલા વૈકલ્પિક પુરાવાઓમાંથી કોઈપણ એક રજૂ કરીને મતદાન કરી શકાશે. પસંદગીના ઉમેદવારને મત આપ્યા બાદ પીળું બટન દબાવવું ફરજિયાત આ વખતે મતદાન પ્રક્રિયામાં ખાસ ફેરફાર કરાયો છે. મતદાતા ઈચ્છે તો આખી પેનલને અથવા અલગ-અલગ પક્ષના પસંદગીના 4 ઉમેદવારોને મતાધિકાર આપી શકશે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ EVM માં નીચે આપેલું પીળા રંગનું ‘રજિસ્ટર’ બટન દબાવવું ફરજિયાત છે, તો જ મત માન્ય ગણાશે. 18 વોર્ડના 1014 મતદાન મથક પર દરેક મતદારને મતદાન માટે 1 મિનિટનો સમય અપાશે. દરેક EVM માં ‘નોટા’ સહિત 15 બટન હશે, અને આ વખતે વીવીપેટનો ઉપયોગ થશે નહીં. સમીકરણો બદલાયા;‘આપ’ના 6 ઉમેદવારે અચાનક ફોર્મ પરત ખેંચ્યા! ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરના 2 વાગ્યા સુધીમાં વોર્ડ નં.15માંથી ‘આપ’ના ઉમેદવાર લાખાભાઈ મોરડિયાએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. આ ઉપરાંત વોર્ડ નં.13માં રાજેશ મૈયડ નામના અપક્ષ ઉમેદવાર, વોર્ડ નં.15માં 2 અપક્ષ, જ્યારે વોર્ડ 16 અને 18માં 1-1 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા કુલ 6 ઉમેદવાર ચૂંટણી જંગમાંથી બહાર થઈ ગયા છે. નવા આંકડા મુજબ હવે ‘આપ’ના વોર્ડ નં.2માં 3 ઉમેદવારો અને વોર્ડ નં.15માં માત્ર 2 જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ક્યા વોર્ડની મતગણતરી ક્યાં થશે? વોર્ડ 1 થી 3 : પાંધી કોલેજ (ડિસ્પેચિંગ/રિસિવિંગ પણ અહીં જ) વોર્ડ 4 થી 6 : ચૌધરી હાઈસ્કૂલ વોર્ડ 7 થી 9 : વિરાણી હાઈસ્કૂલ વોર્ડ 10 થી 12 : એવીપીટી કોલેજ વોર્ડ 13 થી 15 : જસાણી હાઈસ્કૂલ, ગોંડલ રોડ વોર્ડ 16 થી 18 : રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ. આ ઉપરાંત રાજકોટ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 6 બેઠકની મતગણતરી ભાવનગર રોડ સ્થિત સરકારી પોલિટેક્નિક ખાતે, જ્યારે પડધરી, લોધિકા અને કોટડાસાંગાણીની મતગણતરી પડધરી સરકારી કોલેજ ખાતે હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    ડોલવણમાં સ્ફોટક સામગ્રી સાથે ઇસમ ઝડપાયો:ડોલવણમાં 329 જિલેટીન સ્ટીક સાથે એક ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાજકોટ રૂરલ પોલીસ ફરી ઊંઘતી રહી ગઈ:SMCના પૂર્વ વડાની રેન્જમાં SMCનો દરોડો લોધિકા પાસેથી રૂ.11.16 લાખનો દારૂ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment