Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોલવણમાં સ્ફોટક સામગ્રી સાથે ઇસમ ઝડપાયો:ડોલવણમાં 329 જિલેટીન સ્ટીક સાથે એક ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    ડોલવણ તાલુકાના આસોપાલવ ગામના ત્રણ રસ્તા પાસે તાપી એસ.ઓ.જી.ની ટીમે ગેરકાયદેસર સ્ફોટક સામગ્રી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹2,82,050 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈ દ્વારા એસ.ઓ.જી.ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. મંડોરા અને પીએસઆઇ એન.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન બાતમીના આધારે પોલીસે આસોપાલવ ગામ નજીક ચેકિંગ ગોઠવી હતી. ત્યારે ફોર્ડ કંપનીનું ટ્રેકટર (નં. GJ-05 AA-0015) સાથે ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ કરેલ વાહન સાથે મહેશભાઇ શંકરભાઇ કોટવાળીયા (રહે. જામણકુવા ગામ, તા. સોનગઢ) ઝડપાયો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી 329 જીલેટીન સ્ટીક (₹65,800), 8 ઇલેક્ટ્રિક કેપ (₹800), બ્લાસ્ટિંગ માટેની વાટ, વાયર, રીમોટ સહિતનું સાધનસામગ્રી અને મોબાઇલ મળી આવ્યો હતો. ઉપરાંત ટ્રેકટર-કમ્પ્રેશર મશીન સાથે કુલ ₹2.82 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ મામલે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    12.70 લાખના સોનાના ઘરેણા 100% રિકવર:બાલુપુરમાં નિવૃત પોલીસના ઘરે ચોરી કરનાર સંબંધી જ નીકળ્યા
    Next Article
    રાજકોટ મનપા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:236 મુરતિયા મેદાને, બાજી હવે 9,85,952 મતદારના હાથમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment