Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12.70 લાખના સોનાના ઘરેણા 100% રિકવર:બાલુપુરમાં નિવૃત પોલીસના ઘરે ચોરી કરનાર સંબંધી જ નીકળ્યા

    1 week ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી 100% મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 12.70 લાખના સોનાના ઘરેણા કબ્જે કર્યા છે. બાલપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા લીમજીભાઈ રડતીયાભાઈ ગામીતના ઘરે તા. 08/04/2026ના રોજ અજાણ્યા ચોરે પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના મંગળસૂત્ર, પાટલા, ચેન સહિત કુલ રૂ. 12.50 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ફરીયાદીના નજીકના સગા દિવ્યાબેન અને તેના પતિ અનિલભાઈ ગામીતને શંકાના આધારે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 3.70 લાખના સોનાના ઘરેણા અને મોબાઇલ મળ્યા હતા. વધુ પૂછપરછમાં આરોપીઓએ બાકી ઘરેણા પર ગોલ્ડ લોન લીધાની કબૂલાત કરતા પોલીસે રૂ. 9 લાખના બાકીના ઘરેણા પણ કબ્જે કર્યા હતા. આ રીતે પોલીસે કુલ રૂ. 12.70 લાખનો મુદ્દામાલ રીકવર કરી ચોરીનો સંપૂર્ણ ભેદ ઉકેલી દીધો હતો. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પો.ઈન્સ.ડૉ.જાગૃત જોષી તથા પોલીસ સ્ટાફની ટીમે અંજામ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ તંત્ર એક્ટિવ:ચૂંટણી પહેલા પોરબંદર પોલીસ એક્શન મોડમાં,‎1856 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા‎
    Next Article
    ડોલવણમાં સ્ફોટક સામગ્રી સાથે ઇસમ ઝડપાયો:ડોલવણમાં 329 જિલેટીન સ્ટીક સાથે એક ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment