Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ તંત્ર એક્ટિવ:ચૂંટણી પહેલા પોરબંદર પોલીસ એક્શન મોડમાં,‎1856 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા‎

    1 week ago

    પોરબંદર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને લઈ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આચારસંહિતા લાગુ થતા જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે જિલ્લામાંથી હથિયારો એકઠા કરવાની ઝુંબેશ ચલાવી 792 પરવાનેદારો માંથી 685 હથિયારો જમા કરાવ્યા છે. બીજી તરફ ગુનાહિત તત્વો પર કાબૂ મેળવવા માટે 1856 શખ્સ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે,જિલ્લામાં કાયદો ભંગ કરે તેવા શખ્સ સામે કાર્યવાહી કરી તડીપાર માટે 30 શખ્સની પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 8 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દારૂબંધીના અમલ માટે પોલીસે દરોડા પાડી 1875 લિટર દેશી દારૂ અને 474 ઇંગ્લિશ દારૂની બોટલો સાથે કુલ રૂ. 7.69 લાખનો જથ્થો કબ્જે કર્યો છે. 9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ દરમિયાન 4172 વાહનોની તપાસ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા 454 બિનજામીન વોરંટમાંથી 291ની બજવણી થઈ ચૂકી છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે તેવું પોલીસે જણાવ્યું છે. 96 હિસ્ટ્રીશીટરો પર ચાંપતી નજર પોલીસે જણાવ્યું છે કે, જિલ્લામાં 96 હિસ્ટ્રીશીટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડે-નાઈટ પેટ્રોલિંગ, સોશિયલ મીડિયા મોનીટરીંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સત્તા માટે ભાજપ-કોંગ્રેસના સોગઠા:મતદારોના મતના સોદાગરો
    Next Article
    12.70 લાખના સોનાના ઘરેણા 100% રિકવર:બાલુપુરમાં નિવૃત પોલીસના ઘરે ચોરી કરનાર સંબંધી જ નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment