Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્તા માટે ભાજપ-કોંગ્રેસના સોગઠા:મતદારોના મતના સોદાગરો

    1 week ago

    પાલિકાની ચૂંટણી પહેલા ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ-2ના કોંગ્રેસી ઉમેદવારનો ફોર્મ પરત ખેંચી લેવાનો હાઇવોલ્ટેજ ડ્રામા સમા મામલતદાર કચેરી ખાતે થયો હતો. કોંગ્રેસી ઉમેદવાર ભૂમી પ્રજાપતિ મંગળવારે રાતથી ગાયબ હતા. ભૂમી પ્રજાપતિ ફોર્મ ખેંચવા આવતા ભારે હોબાળો થયો હતો. તે તેમના પતિ અને સાસુ સાથે બાઇક પર 2.25 વાગ્યે મોઢું ઢાંકીને પહોંચ્યા હતા. આગેવાનો-કાર્યકરોએ તેમના ફોર્મ સાથે ડોકયુમેન્ટ ઝૂટવી ફાડી નાખ્યા હતા. પોલીસબળ ઓછું પડયું હતું જેથી વધુ પોલીસકર્મી બોલાવાયા હતા. ભારે હોબાળા બાદ પોલીસે કોંગ્રેસ પ્રમુખ, કાર્યકરો-ઉમેદવારોની અટક કરી હતી. ભૂમી પ્રજાપતિ મામલતદાર કચેરી પહોંચે તે પહેલા જ ભાજપના ઉમેદવાર ભાણજી પટેલ તથા પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. દલસુખ પ્રજાપતિના પુત્ર વિષ્ણુને બિનહરીફ કરવા કનુ પ્રજાપતિએ ફોર્મ ખેચ્યું, કોંગ્રેસીઓના ટપલીદાવથી ભાગ્યાં, કારના કાચ તોડ્યાં પ્રજાનો રોષ પારખી ગયેલા ભાજપે બેઠકો બિનફરીફ થાય તેવા કાવાદાવા શરૂ કર્યા હતા. ત્યારે કોંગ્રેસના બે ઉમેદવાર વોર્ડ-11ના કનુ પ્રજાપતિ અને વોર્ડ-2ના ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા દલસુખ પ્રજાપતિના પુત્ર અને ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ અને વોર્ડ-2ના ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયાં છે. હવે ફોર્મ પાછા ખેંચાતા વૉર્ડ-2 અને 11માં મતદારો હવે 3-3 જ વોટ આપી શકશે. સમા કચેરી ખાતે કોંગ્રેસે ભારે હોબાળો મચાવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, કારના કાચ પણ તુટ્યાં હતાં. કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચવા દબાણ આવતું હોવાની ફરિયાદ કરી સોમવારે મોડી રાતથી ગાયબ હતા. બુધવારે સવારે અકોટા મામલતદાર કચેરીએ ફોર્મ પાછું ખેંચવા પોલીસ સાથે ગયા હતા. જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો દોડી જઇ તેમનો ટપલીદાવ કર્યો હતો. દલસુખ પ્રજાપતિના પુત્ર વિષ્ણુને બિનહરીફ કરાવવા માટે કનુ પ્રજાપતિએ ફોર્મ ખેચવાનું તરકટ કરતાં હોબાળો મચ્યો હતો. પોલીસે તેમને કારમાં બેસાડ્યા બાદ ભાગવા જતા મુખ્ય માર્ગ પર કનુ પ્રજાપતિની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પ્રદેશે લીલી ઝંડી આપતાં ડો. વિજય શાહે મિશન પાર પાડ્યું: સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ તરફથી ભૂમિ પ્રજાપતિએ પાલિકાની વોર્ડ-2માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી. ડોક્ટર વિજય શાહ દ્વારા સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. પરિવારના સંપર્ક બાદ ભૂમિ પ્રજાપતિ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા તૈયાર થયા હતા. કેયુર રોકડિયાએ ભૂમિના સસરા સાથે વાત કરી: સૂત્રો મુજબ ભૂમિ પ્રજાપતિના સસરા ભાજપના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેમની સાથે ફોર્મ પરત ખેંચવા ચર્ચા કરી હતી. 3 દિવસથી છટકું ગોઠવાયું હતું: કનુ પ્રજાપતિનું ફોર્મ પાછુ ખેંચાવવા ભાજપ 3 દિવસથી પ્રયાસ કરતો હતો. ભાજપના નેતાઓ દલસુખ પ્રજાપતિ સાથે બેઠકો કરતા હતાં. કનુ પ્રજાપતિના પુત્ર-પુત્રવધુએ આપઘાતની ચીમકી આપી હતી: કોંગ્રેસના વડોદરા પ્રભારી બિમલ શાહે જણાવ્યું કે, તેઓના પુત્ર અને પુત્ર વધુ પર એટલું દબાણ હતું કે આપઘાત કરી લેશે તેમ જણાતાં કનુ પ્રજાપતિને પ્રદેશથી લાવી અમિતનગર છોડી દેવાયા હતા. કોંગ્રેસની ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને ભાજપ-તંત્રનું પીઠબળ અધિકારીએ જ ફોર્મ ભરીને સહી કરાવી, પોલીસે પહેરો ભર્યો ભાજપના પૂર્વ કાઉન્સિલર ઓફિસમાં કેવી રીતે હતા? શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ કહ્યું કે, જ્યારે ભૂમિ પ્રજાપતિ રિટર્નિંગ ઓફિસરની કચેરીએ પહોંચી ત્યારે 2 પૂર્વ કાઉન્સિલર ત્યાં હતા. ભાજપના નેતાઓ અંદર હોય અને કોંગ્રેસના નેતાઓને અટકાવ્યા હતા. ફોર્મ પરત ખેંચવા આવેલા ઉમેદવાર અને ટેકેદારો લીફટમાં ફસાઇ ગયા: હોબાળા વચ્ચે ભૂમી પ્રજાપતિ તેમના પતિ, સાસુ સમા મામલતદાર કચેરીની લિફ્ટમાં ગયા હતા. ત્રીજા માળે હોબાળાના કારણે લીફટ અટકી હતી. 15 મીનીટ બાદ ફાયરની ટીમ પહોંચી હતી. મેં મારી જાતે ફોર્મ પાછું ખેંચ્યું છે: કોંગ્રેસમાંથી ફોર્મ પાછુ ખેંચનાર ભૂમી પ્રજાપતિએ કહ્યું કે, મેં મારી જાતે ફોર્મ પાછું ખેંચ્યું છે. બળજબળી ન હતી. સમાજના વડીલોએ કહ્યું કે, તારી ઉંમર નાની છે, આગળ કરીયર બને તેમ છે. બિનહરીફ થતાં મતદારોને હવે 3 જ મત આપવાના રહેશે મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે વોર્ડમાં બેઠક બિનહરીફ થઈ છે. તે વોર્ડમાં મતદારોએ 4 ની જગ્યાએ 3 મત આપવાના રહેશે. જો બેઠક બિનહરીફ થઈ ન હોત તો 4 મત આપવાના હોત. — અનિલ ધામેલિયા, કલેક્ટર
    Click here to Read More
    Previous Article
    જનતાએ વ્યક્ત કર્યો આક્રોશ:વોર્ડ-5માં ભાજપના ઉમેદવાર તેજલ વ્યાસની ફેરણીમાં મહિલાઓનો આક્રોશ, 20 વર્ષોથી પાણીની સમસ્યા છે
    Next Article
    પોલીસ તંત્ર એક્ટિવ:ચૂંટણી પહેલા પોરબંદર પોલીસ એક્શન મોડમાં,‎1856 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment