Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનતાએ વ્યક્ત કર્યો આક્રોશ:વોર્ડ-5માં ભાજપના ઉમેદવાર તેજલ વ્યાસની ફેરણીમાં મહિલાઓનો આક્રોશ, 20 વર્ષોથી પાણીની સમસ્યા છે

    1 week ago

    શહેરમાં વિકાસની ગુલબાંગો વચ્ચે ચૂંટણી પ્રચાર માટે નીકળતા ભાજપના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 5માં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને ઉમેદવાર તેજલ વ્યાસ જ્યારે આજવા રોડ સ્થિત આનંદ મંગલ સોસાયટીમાં વોટ માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા અને વર્ષો જૂની સમસ્યાઓનો પાણીની સમસ્યા યાદ અપવતા જોવાજેવી થઈ હતી. આજવા રોડની આનંદ મંગલ સોસાયટીની મહિલા નેહલબેને પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 20 વર્ષથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ક્યારેક તો નળમાં માત્ર ટપકું-ટપકું પાણી આવે છે. સોસાયટીમાં અનેક સિનિયર સિટીઝનો રહે છે, જેમને બીજાના ઘરેથી પાણી ભરીને લાવવું પડે છે. આટલા વર્ષોથી અમારી રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નથી. ચૂંટણી ટાણે જ પૂર્વ કાઉન્સિલર સામે થયેલો આ વિરોધ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. વોર્ડ 5માં પાણી જેવી સમસ્યાઓ લાંબા સમયથી વણઉકેલી હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેજલ વ્યાસ અને તેમની ટીમ માટે આ વખતે મતદારોને રીઝવવા લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ શકે છે. નોંધનિય છે કે વિવિધ વૉર્ડમાં વિરોધની શરૂઆત થઇ છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ સામે નોંધાયો ગુનો:વૃદ્ધે ફાંસો બનાવી કેનેડા રહેતી પુત્રી-પત્નીને ફોટો મોકલ્યા, પોલીસ ગઇ તો પીધેલા મળ્યા
    Next Article
    સત્તા માટે ભાજપ-કોંગ્રેસના સોગઠા:મતદારોના મતના સોદાગરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment