Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ સામે નોંધાયો ગુનો:વૃદ્ધે ફાંસો બનાવી કેનેડા રહેતી પુત્રી-પત્નીને ફોટો મોકલ્યા, પોલીસ ગઇ તો પીધેલા મળ્યા

    1 week ago

    બિલ ચાપડ રોડ પર વૃદ્ધે ફાંસો બનાવી આપઘાત કરે છે તેવા ફોટો કેનાડામાં રહેતી દીકરી અને પત્નીને મોકલતા અટલાદરા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ પહોંચતા વૃદ્ધ દારૂ પીધેલા મળતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. એક યુવકે પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે, બિલ ચાપડ રોડ પર મારા માસા દારૂ પીને આપઘાત કરશે, તેવા ફોટા મારી માસીને મોકલે છે. અટલાદરા પોલીસ પહોંચી હતી, જ્યાં 63 વર્ષના રોય દારૂ પીધેલા મળ્યા હતા. જેથી પોલીસે તેમની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે કહ્યું હતું કે, માસા દારૂ પીને માસી સાથે ઝઘડો કરતા હતા. જેથી માસી તેમના બહેનના ઘરે જતા રહ્યા હતા. માસાએ હું અને માસી બંને તેમને ટોર્ચર કરીએ છે અને મને કશું થશે તો તેમના જવાબદાર એ બે જ છે તેવો લેટર બનાવીને કેનેડા તેમની પુત્રીને મોકલ્યો હતો. મંગળવારે માસાએ ઘરે પંખે ફાંસો બનાવીને તેના ફોટો પાડ્યા હતા અને આપઘાત કરવાનું જણાવી માસીને મોકલ્યા હતા. તે દારૂ પીધેલી હાલતમાં હતા.
    Click here to Read More
    Previous Article
    BCA વિવાદ:બીસીએ કેસમાં હાઈકોર્ટની સુનાવણી 22 એપ્રિલે, વર્તમાન કમિટી જ કાર્યકારી રહેશે
    Next Article
    જનતાએ વ્યક્ત કર્યો આક્રોશ:વોર્ડ-5માં ભાજપના ઉમેદવાર તેજલ વ્યાસની ફેરણીમાં મહિલાઓનો આક્રોશ, 20 વર્ષોથી પાણીની સમસ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment