Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમી ડ્યૂટીકાંડ:તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર, હવે લેવાશે પગલાં

    1 week ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં રેસિડેન્ટ તબીબ પોતે ડ્યૂટી કરવાને બદલે અન્ય વ્યક્તિઓને ડમી તરીકે રાખે છે. આ બદલ તેને પ્રતિ દિવસના 500 રૂપિયા આપે છે અને દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. આ કૌભાંડ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યું હતું જેમાં ડો.આર્યન પટેલે હોમિયોપેથીના વિદ્યાર્થીને ડમી તરીકે રાખ્યો હતો. આ મામલે તપાસ પૂર્ણ થતા હવે અધિક્ષકના ટેબલ પર રિપોર્ટ મુકાયો છે. દિવ્ય ભાસ્કરના પર્દાફાશ બાદ તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાએ તુરંત જ એક તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિને ફક્ત 24 કલાકનો જ સમય આપ્યો હતો અને તે જ સમયમાં તપાસ પૂરી કરીને રિપોર્ટ આપવાનો હતો. સમિતિએ તપાસ પૂર્ણ કરી અહેવાલ આપી દીધો છે. આ મામલે તબીબી અધિક્ષક ડો.માકડિયાએ જણાવ્યું હતું કે, તપાસનો રિપોર્ટ આવી ગયો છે તેનો અભ્યાસ બાકી છે ત્યારબાદ નિર્ણય લેવાશે. રાજકોટ સિવિલમાં દાખલ થતા દર્દીઓમાં મૃત્યાંક ઊંચો હોય છે. જેમાં એક પરિબળ આ પણ છે કે તબીબો પોતે ડ્યૂટી કરવાને બદલે બીજાને ડમી તરીકે રાખે છે જેમાં હોમિયોપેથીના વિદ્યાર્થીઓ ખાસ છે. હોમિયોપેથીમાં ઈન્જેક્શન આપવા કે બાટલા ચડાવવા જેવી કોઇ સર્જિકલ સારવાર આપવાની હોતી નથી. જોકે હોમિયોપેથી હોય તેને પણ ડોક્ટર જ કહેવાય છે અને આવા વિદ્યાર્થીને જો ઈન્જેક્શન આપતા કે પછી બાટલા ચડાવતા આવડે તો તે ગમે ત્યાં સીધા ક્લિનિક ખોલી શકવા સક્ષમ બની જાય છે પણ તેના પ્રયોગ દર્દીઓ પર થાય છે. મેડિકલનો અભ્યાસ કર્યા વગર આવા વિદ્યાર્થીઓ દર્દીઓને લેબોરેટરીના ઉંદર અને દેડકા સમજી શીખવા માટે પ્રયોગો કરે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રૂરલ પોલીસ ફરી ઊંઘતી રહી ગઈ:SMCના પૂર્વ વડાની રેન્જમાં SMCનો દરોડો લોધિકા પાસેથી રૂ.11.16 લાખનો દારૂ પકડાયો
    Next Article
    ધરપકડ:રાજકોટના પોશ વિસ્તારમાંથી દેશી પિસ્તોલ સાથે મહિલાને ઝડપી લેવાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment