Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:રાજકોટના પોશ વિસ્તારમાંથી દેશી પિસ્તોલ સાથે મહિલાને ઝડપી લેવાઇ

    1 week ago

    રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર ગેરકાયદે હથિયાર છુપાવી રાખવામાં આવ્યું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) ની ટીમે દરોડો પાડી એક મહિલાને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં આ હથિયાર પાલનપુરનો એક હિસ્ટ્રીશીટર સાચવવા આપી ગયો હોવાનો ખુલાસો થતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. SOG ના એએસઆઇ ફિરોઝ રાઠોડે ડીસીબી (DCB) પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ રોડ પર રતન વિલાસ પેલેસની સામે આવેલી આદિત્ય 79 હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીના બ્લોક નં.108માં રહેતી અફરોજ ઉર્ફે ફરીન ઇલિયાસ આરબિયાણી નામની મહિલા પાસે ગેરકાયદે હથિયાર છે. આ બાતમીના આધારે SOGની ટીમે મહિલાના મકાનમાં અચાનક છાપો માર્યો હતો. ઘરની તલાશી લેતા અંદરથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પાલનપુરના શખ્સ સામે પણ ગુનો નોંધાયો પોલીસની આકરી પૂછપરછમાં આરોપી અફરોજ ઉર્ફે ફરીને કબૂલાત આપી હતી કે, આ પિસ્તોલ પાલનપુરનો અઝહરખાન પઠાણ નામનો શખ્સ તેને સાચવવા માટે આપી ગયો હતો. આ ખુલાસા બાદ પોલીસે અફરોજ અને અઝહરખાન પઠાણ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર અઝહરખાનને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો રવાના કરી છે. મહિલા પાલનપુરમાં ડ્રગ્સ સાથે પકડાઈ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશી પિસ્તોલ સાથે ઝડપાયેલી મહિલા અફરોજ ઉર્ફે ફરીન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2021-22માં પાલનપુરમાં તેની સામે NDPS (ડ્રગ્સ) નો ગુનો નોંધાઈ ચૂક્યો છે. તે પાલનપુરના હિસ્ટ્રીશીટર અઝહરખાન પઠાણ સાથે જૂનો સંપર્ક ધરાવતી હોવાથી, અઝહરખાને વિશ્વાસ રાખીને આ પિસ્તોલ તેને સંતાડવા માટે આપી હોવાની કબૂલાત મહિલાએ કરી છે. આ હથિયાર ક્યા ઈરાદાથી રાજકોટ લવાયું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડમી ડ્યૂટીકાંડ:તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર, હવે લેવાશે પગલાં
    Next Article
    પ્રક્રિયામાં વિલંબથી રોષ:અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકની બહાર લાઈન લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment