Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રક્રિયામાં વિલંબથી રોષ:અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકની બહાર લાઈન લાગી

    1 week ago

    અમરનાથ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતા જ રાજકોટમાં ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. જિલ્લા પંચાયત ચોક સ્થિત યસ બેંક અને રામકૃષ્ણનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંક (PNB) બહાર રાત્રે 12 વાગ્યાથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી. જોકે, કલાકો સુધી બેંકમાં પ્રક્રિયા શરૂ ન થતાં લોકોનો સંયમ ખૂટ્યો હતો. ભારે ગરમીમાં અટવાયેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, બેંકના કર્મચારીઓ જાણીજોઈને વિલંબ કરી રહ્યા છે. 12-14 કલાકથી લાઈનમાં ઊભા હોવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા શ્રદ્ધાળુઓએ બેંક બહાર જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વહીવટી તંત્રની અવ્યવસ્થા સામે રોષ વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું હતું કે, આટલી મોટી યાત્રાના રજિસ્ટ્રેશન માટે પૂરતી સુવિધા ન હોવાથી વડીલો અને મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડી છે. સ્થાનિક પોલીસ પણ પરિસ્થિતિ થાળે પાડવા દોડી ગઈ હતી. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી એટલે કે 39 દિવસ સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:રાજકોટના પોશ વિસ્તારમાંથી દેશી પિસ્તોલ સાથે મહિલાને ઝડપી લેવાઇ
    Next Article
    પોલીસ બેડામાં સન્નાટો:રાજકોટના ઘંટેશ્વર ગ્રૂપ માં 10 મહિનાથી ફરજ પરથી ગુમ SRP કોન્સ્ટેબલ દારૂનો મોટો જથ્થો ઘુસાડતાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment