Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ બેડામાં સન્નાટો:રાજકોટના ઘંટેશ્વર ગ્રૂપ માં 10 મહિનાથી ફરજ પરથી ગુમ SRP કોન્સ્ટેબલ દારૂનો મોટો જથ્થો ઘુસાડતાં ઝડપાયો

    1 week ago

    રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસના નાક નીચે જ થતી ગેરકાયદે પ્રવૃત્તિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેર પોલીસની પીસીબી (PCB) શાખાએ કુવાડવા રોડ પરથી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એસઆરપી (SRP) ગ્રૂપ-13ના જવાનને ઝડપી પાડતા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે વોચ ગોઠવી કાર આંતરી પીસીબીને બાતમી મળી હતી કે સિલ્વર કલરની સ્વિફ્ટ કાર (GJ-19-AA-2948)માં દારૂનો જથ્થો રાજકોટમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે વોચ ગોઠવી પોલીસે કારને આંતરી હતી. તલાશી લેતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 384 બોટલ (કિંમત રૂ. 1.30 લાખ) મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 10 મહિનાથીનોકરી પર ગયો નહોતો પકડાયેલ આરોપી બાલુભા રાજાભા બળદા (ઉં.વ. 36, રહે. ગોંડલ રોડ) ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં હથિયારધારી જવાન તરીકે ફરજ બજાવે છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ જવાન છેલ્લા 10 મહિનાથી પોતાની નોકરી પર હાજર થયો નહોતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. શિસ્તબદ્ધ ગણાતી ફોર્સનો જવાન જ દારૂના ધંધામાં પકડાતા ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ખાતાકીય તપાસના પણ આદેશ આપ્યા છે. સાયલાના સપ્લાયરનું નામ ખુલ્યું આરોપીની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે, આ જથ્થો તે સાયલા નજીક એક મારવાડી શખ્સ પાસેથી લાવ્યો હતો. લિમ્બડી-રાજકોટ હાઈવે પર પોલીસની નજરથી બચવા માટે તેણે ‘પોલીસ’ હોવાનો રોફ જમાવ્યો હોવાની પણ શક્યતા છે. હાલ પોલીસે સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે રક્ષક જ ભક્ષક બને તેવા કિસ્સાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. અગાઉ પણ દારૂના કેસમાં પોલીસકર્મીઓના નામ ઉછળ્યા છે, ત્યારે આ કેસમાં કયા મોટા ગજાના બુટલેગરના તાર જોડાયેલા છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રક્રિયામાં વિલંબથી રોષ:અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકની બહાર લાઈન લાગી
    Next Article
    પરિણામ:CBSEનું અજમેર રિજિયનનું 94.78 ટકા પરિણામ, રાજકોટના 6 હજાર વિદ્યાર્થી પાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment