Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણામ:CBSEનું અજમેર રિજિયનનું 94.78 ટકા પરિણામ, રાજકોટના 6 હજાર વિદ્યાર્થી પાસ

    1 week ago

    સીબીએસઈ (CBSE) દ્વારા બુધવારે ધોરણ-10ના પરિણામો જાહેર કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષે ફરી એકવાર પરિણામોમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છોડી દીધા છે. દેશભરમાં કુલ 93.70% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં દીકરીઓનું પરિણામ 94.99% રહ્યું છે, જ્યારે 92.69% દીકરાઓ સફળ રહ્યા છે. રંગીલા રાજકોટમાં આ વર્ષે CBSE ધોરણ-10ની પરીક્ષામાં આશરે 6 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જાણવા મળ્યું છે. પરિણામ જાહેર થતાની સાથે જ શાળાઓ અને ઘરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ભારે ધસારો કર્યો હતો. CBSE બોર્ડના ઝોન વાઈઝ પરિણામો પર નજર કરીએ તો, ગુજરાત રાજ્ય જે અજમેર રિજિયન હેઠળ આવે છે તેનું પરિણામ 94.78% નોંધાયું છે. રાષ્ટ્રીય સરેરાશ (93.70%) કરતા અજમેર રિજિયનનું પરિણામ ઊંચું રહેતા ગુજરાતના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. CBSE બોર્ડની પરંપરા મુજબ આ વર્ષે પણ કોઈ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી નથી કે કોઈને ટોપર જાહેર કરાયા નથી. બોર્ડે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સખત સૂચના આપી છે કે કોઈ પણ બાળકને શાળા કે જિલ્લાના ‘ટોપર’ તરીકે જાહેર ન કરવા. આ નિર્ણય વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડનું પરિણામ મે મહિના પ્રથમ વિકમાં ધોરણ-12 સાયન્સનું અને માસાંતે ધોરણ-10નું પરિણામ જાહેર કરાય તેવી સંભાવના છે. અહીંથી જોઈ શકાશે પરિણામ વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડીનો ઉપયોગ કરીને નીચેના માધ્યમોથી પરિણામ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર પરિણામ જોઈ શકે છે. સાથે સાથે મોબાઇલ એપ ડીજી લોકર અને ઉમંગ એપ પર પણ ડિજિટલ માર્કશીટ ઉપલબ્ધ છે. રાજકોટની વિવિધ શાળાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ફૂલહાર અને મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોલીસ બેડામાં સન્નાટો:રાજકોટના ઘંટેશ્વર ગ્રૂપ માં 10 મહિનાથી ફરજ પરથી ગુમ SRP કોન્સ્ટેબલ દારૂનો મોટો જથ્થો ઘુસાડતાં ઝડપાયો
    Next Article
    32 યુનિ.ને યુજીસીએ બોગસ જાહેર કરી:ધો.12 પછી બીજા રાજ્યમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો, UGCએ 32 બોગસ યુનિ.નું લિસ્ટ જાહેર કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment