Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    32 યુનિ.ને યુજીસીએ બોગસ જાહેર કરી:ધો.12 પછી બીજા રાજ્યમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો, UGCએ 32 બોગસ યુનિ.નું લિસ્ટ જાહેર કર્યું

    1 week ago

    ધોરણ-12નું પરિણામ હવે આવવાની તૈયારીમાં છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીના સપના જોવામાં મશગૂલ છે. ખાસ કરીને જે વાલીઓ પોતાના સંતાનોને બીજા રાજ્યમાં ભણવા મોકલવા માગે છે અથવા ‘એક્સટર્નલ’ કોર્સ માટે યુનિવર્સિટી શોધી રહ્યા છે, તેમના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. દેશભરમાં 32 જેટલી એવી યુનિવર્સિટીઓ ધમધમી રહી છે જે વાસ્તવમાં ‘બોગસ’ છે અને તેમની પાસે ડિગ્રી આપવાની કોઈ જ સત્તા નથી. UGC એ સ્પષ્ટ તાકીદ કરી છે કે, જો કોઈ વિદ્યાર્થી આ 32 પૈકીની એક પણ સંસ્થામાંથી અભ્યાસ કરશે તો તેની મહેનત, સમય અને લાખોની ફી પાણીમાં જશે. યુજીસી અધિનિયમ 1956 મુજબ, ડિગ્રી આપવાનો અધિકાર માત્ર એવી જ સંસ્થાઓને છે જે કેન્દ્ર કે રાજ્ય સરકારના નિયમો હેઠળ સ્થાપિત હોય. આ નકલી સંસ્થાઓ દ્વારા અપાતી ડિગ્રી ગેરકાયદેસર હોવાથી ઉચ્ચ શિક્ષણ કે સરકારી-ખાનગી નોકરીઓ માટે માન્ય રહેશે નહીં. દિલ્હીની જે સંસ્થાઓથી વિદ્યાર્થીઓને વાલીઓએ દૂર રહેવું જોઈએ તેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી, કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ અને વોકેશનલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જાણકારીના અભાવે આવી નકલી જાળમાં ફસાઈને પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકે છે. માટે, એડમિશન પહેલાં માત્ર કોલેજનું બિલ્ડિંગ નહીં, પણ તેની માન્યતા જોવી વધુ જરૂરી છે. ક્યાં રાજ્યમાં કેટલી બોગસ યુનિવર્સિટી, ગુજરાતમાં એકપણ નથી રાજ્ય યુનિવર્સિટી દિલ્હી 12 ઉત્તર પ્રદેશ 04 પશ્ચિમ બંગાળ 02 આંધ્રપ્રદેશ 02 મહારાષ્ટ્ર 02 કર્ણાટક 02 કેરળ 02 પોંડીચરી 02 અરુણાચલ પ્રદેશ 01 હરિયાણા 01 રાજસ્થાન 01 ઝારખંડ 01 એડમિશન લેતા પહેલાં આ 6 મુદ્દા તપાસો 1 UGC લિસ્ટ ચેક કરો | સૌથી પહેલા UGCની વેબસાઈટ પર જઈ ‘ફેક યુનિવર્સિટી’ની યાદીમાં નામ તપાસો. 2 સ્ટેચ્યુટરી બોડી | ટેક્નિકલ કોર્સ માટે AICTE અને મેડિકલ માટે NMC ની મંજૂરી છે કે નહીં તે ખાસ જુઓ. 3 ડિગ્રીનું નામ | સંસ્થા જે ડિગ્રી આપે છે તે UGCના ગેઝેટ મુજબ માન્યહોવી જોઈએ, મનઘડંત નામવાળાકોર્સથી બચો. 4 સરકારી પોર્ટલ | શંકા હોય તો Academic Bank of Credits પોર્ટલ પર તે યુનિવર્સિટી રજિસ્ટર્ડ છે કે નહીં તે ચકાસો. 5 લોભામણી ઓફર | ‘બે વર્ષમાં ડિગ્રી’ કે ‘પરીક્ષા વગર પાસ’ જેવી લાલચ આપતી સંસ્થાઓ સો ટકા બોગસ હોય છે. 6 ફીની રસીદ | એડમિશન સમયે લેવામાં આવતી ફીની અધિકૃત રસીદ માગો અને તેમાં યુનિવર્સિટીનું નામ અને રજિસ્ટ્રેશન નંબર ચેક કરો. UGCએ તાકીદ કરી કે જો કોઈ વિદ્યાર્થી 32 પૈકીની કોઈ સંસ્થામાં અભ્યાસ કરશે તો તેની મહેનત, સમય અને ફી પાણીમાં જશે
    Click here to Read More
    Previous Article
    પરિણામ:CBSEનું અજમેર રિજિયનનું 94.78 ટકા પરિણામ, રાજકોટના 6 હજાર વિદ્યાર્થી પાસ
    Next Article
    આપઘાતનો પ્રયાસ:ગૃહકંકાસથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા પીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment