Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલના કોઠા ગામ પાસે SMCનો ફિલ્મી ઢબે પીછો:પોલીસથી બચવા જતાં દારૂ ભરેલી ક્રેટા કાર ઝાડ સાથે અથડાઈ, ₹5.12 લાખના જથ્થા સાથે રાજસ્થાનના 2 બુટલેગર ઝડપાયા

    2 weeks ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પૂર્વ બાતમીના આધારે રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ ભરીને જતી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવાના ચક્કરમાં બુટલેગરે કાર પરથી કાબૂ ગુમાવતા તે રોડ નીચે ઉતરીને ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ SMCએ ₹5.12 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના બે બુટલેગરને દબોચી લીધા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂ ભરેલી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (નંબર GJ-24-AF-5436) કડી કેનાલ રોડ પરથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કારને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ તેના ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂરઝડપે ભગાવી મૂકી હતી. કાર અકસ્માતગ્રસ્ત થતાં બુટલેગરો પકડાયા બુટલેગરોએ કાર ભગાવતા પોલીસે અન્ય વાહનોમાં તેમનો પીછો શરૂ કર્યો હતો. પીછા દરમિયાન કોઠા ગામની સીમમાં નારોલા રોડ પર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રોડની નીચે ઉતરીને એક ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતને પગલે કાર બંધ થઈ જતાં પોલીસ ટીમે તુરંત પહોંચીને તેમાં સવાર તગારામ કરનાજી વજીર અને પ્રવીણ બાબુલાલ વજીર (બંને રહે. રાજસ્થાન) ને ઝડપી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹5.12 લાખ થાય છે. અમદાવાદ સુધી લંબાયા તાર, કુલ ₹10.22 લાખનો મુદ્દામાલ જપ્ત પકડાયેલા બંને શખ્સોની પૂછતાછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેરના ધોલારામ નામના શખ્સે ગાડીમાં ભરી આપ્યો હતો, જે અમદાવાદના પલોડીયા વિસ્તારમાં રહેતા ભાણા નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પકડાયેલા મુખ્ય આરોપી તગારામ સામે અગાઉ ખેડબ્રહ્મા, વડાલી અને નંદાસણ પોલીસ સ્ટેશનમાં પણ દારૂબંધીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ મામલે SMC એ દારૂ અને કાર મળીને કુલ ₹10.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કલોલ તાલુકા પોલીસ મથકમાં પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત દારૂ પૂરો પાડનાર ધોલારામ, મંગાવનાર ભાણો અને ક્રેટા કારના મૂળ માલિક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી:"એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત રૂ.10 લાખના ખર્ચે 551 વૃક્ષોનું વાવેતર, વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતનનો પણ અપાયો સંદેશ
    Next Article
    નાના કેરાલામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો:સેવાભાવી મોહન પટેલ અને સંસ્થાઓના સહયોગથી 7 હજાર ચશ્માનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment