Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી:"એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત રૂ.10 લાખના ખર્ચે 551 વૃક્ષોનું વાવેતર, વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતનનો પણ અપાયો સંદેશ

    2 weeks ago

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના શામપરા ગામે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં તેમના સાંસદ ફંડમાંથી રૂ. 10 લાખના ખર્ચે 551 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે, વડાપ્રધાનના "એક પેડ માં કે નામ" અભિયાનને સાકાર સ્વરૂપ આપતા ભાવનગરના શામપરા મોડલ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, બોટાદ અને ભાવનગર વનવિભાગના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પોતાના ગ્રાન્ટમાંથી રૂ. 10 લાખના ખર્ચે 551 વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વૃક્ષોના જતન અને ઉછેરનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજનું એક વૃક્ષ આવનારી પેઢી માટે શુદ્ધ હવા, સ્વચ્છ પર્યાવરણ અને સુખાકારીનું પ્રતિક બની શકે છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પ્રકૃતિના સંરક્ષણ, વનોના જતન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો હતો. વૃક્ષારોપણ સાથે વૃક્ષોને જીવંત રાખવા અને તેમનું નિયમિત જતન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી, વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દ્વારા હરિયાળા અને સ્વસ્થ ભારતના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે ધારાસભ્ય સેજલબેન પંડયા, મેયર, ડે. મેયર, શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કલેકટર અને ડીડીઓ તેમજ વનવિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાણીધ્રા ગામમાં ઝેરી કેમિકલની અસરથી વધુ એક ગંભીર ઘટના:ત્રણ દિવસથી સારવાર હેઠળ રહેલા યુવાન કમલેશ કરગઠીયાનું આજે મોત, પોલીસે લઠ્ઠાકાંડને નકાર્યો
    Next Article
    કલોલના કોઠા ગામ પાસે SMCનો ફિલ્મી ઢબે પીછો:પોલીસથી બચવા જતાં દારૂ ભરેલી ક્રેટા કાર ઝાડ સાથે અથડાઈ, ₹5.12 લાખના જથ્થા સાથે રાજસ્થાનના 2 બુટલેગર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment