Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCના લાખો રૂપિયા પાણીમાં, જનતા સુવિધાથી વંચિત:લિંબાયતના નંદવનમાં ₹38 લાખનું શૌચાલય 2 વર્ષથી અને શિવ હીરાનગરનું 6 મહિનાથી બંધ

    16 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક અને જરૂરી સુવિધાઓ સહેલાઈથી મળી રહે તે હેતુથી લાખો-કરોડો રૂપિયાના બજેટ ફાળવીને જાહેર પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં આવે છે. જોકે, પાલિકાના વહીવટી તંત્રની ઉદાસીનતા અને અસામાજિક તત્વોના ત્રાસના કારણે આ જાહેર સુવિધાઓ લોકો માટે આશીર્વાદરૂપ બનવાને બદલે મુશ્કેલી અને ભયનું કારણ બની રહી છે. ખાસ કરીને લીંબાયત ઝોનમાં જાહેર શૌચાલયોની આસપાસ અસામાજિક તત્વોના જમાવડા અને દારૂના અડ્ડાઓને લીધે સ્થાનિક રહીશો તેમજ મહિલાઓ ત્યાં જતાં ખચકાટ અનુભવે છે. પરિણામે પાલિકાએ જનતાના ટેક્સના નાણાંમાંથી તૈયાર કરેલી સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે. નંદનવનમાં ₹38 લાખનું શૌચાલય ધૂળ ખાય છે લીંબાયત ઝોન હેઠળ આવેલી નંદનવન સોસાયટી પાસે અંદાજે રૂ. 38 લાખના ખર્ચે પે એન્ડ યુઝ જાહેર શૌચાલય બ્લોક તૈયાર કરવામાં આવ્યો હતો. આ શૌચાલયનું સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયાને બે વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં આજદિન સુધી તેનો વિધિવત ઉપયોગ સ્થાનિકો માટે શરૂ થઈ શક્યો નથી. નવાઈની વાત એ છે કે શૌચાલય બંધ હોવા છતાં પાલિકા તેના મેન્ટેનન્સ અને સમયાંતરે રંગરોગાન પાછળ સરકારી ખર્ચ ચાલુ રાખી રહી છે. અંદર નળ અને કમોડ સહિતની કિંમતી બ્રાન્ડેડ સેનેટરી સામગ્રી બેસાડવામાં આવી છે, પરંતુ વપરાશના અભાવે આ મોંઘીદાટ ચીજવસ્તુઓ પણ ખરાબ થઈ રહી છે. આ સુવિધાને લોકઉપયોગમાં લાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ અસામાજિક વાતાવરણ અને સંચાલનમાં વ્યવહારિક મુશ્કેલી જણાતાં એજન્સીઓ પણ આગળ આવી નથી. રેલવે ટ્રેક પાસે દારૂના અડ્ડા, મહિલાઓ જતાં ડરે છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, શૌચાલયની આસપાસ તેમજ રેલવે ટ્રેકને અડીને આવેલા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. સાંજ ઢળતાં જ અહીં લુખ્ખા અને નશાખોર તત્વોનો મેળાવડો જામતો હોવાથી સ્થાનિક બહેન-દીકરીઓ માટે ત્યાંથી પસાર થવું કે શૌચાલયનો ઉપયોગ કરવો અસુરક્ષિત બની ગયું છે. લોકો માટે બનેલી સુવિધા માત્ર અસામાજિક તત્વોની ઓટલી બની ગઈ છે. શિવ હીરાનગરનું પે એન્ડ યુઝ પણ છ મહિનાથી તાળાબંધ આવી જ સ્થિતિ લીંબાયતના શિવ હીરાનગર વિસ્તારમાં જોવા મળી રહી છે. અહીં પાછળના ભાગે આવેલું પે એન્ડ યુઝ શૌચાલય છેલ્લા છ મહિનાથી તાળાબંધ પડ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ આ શૌચાલય ચાલુ હતું, પરંતુ પાછળ રેલવે લાઈન તરફ દારૂનો અડ્ડો હોવાથી નશાખોરો ત્યાં દાદાગીરી કરી મફતમાં પ્રવેશતા હતા. સાંજ પડતાં જ ગંદકી અને અસામાજિક વાતાવરણ સર્જાતાં મહિલા-પુરુષોનું જવું મુશ્કેલ બન્યું હતું. અંતે આ ત્રાસથી કંટાળીને સંચાલકોએ શૌચાલય બંધ કરી દેવું પડ્યું, જેના કારણે નિર્દોષ નાગરિકો સુવિધાથી વંચિત થઈ ગયા છે. અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળે છેઃ શુભમ ચાંદેલકર સ્થાનિક સામાજિક કાર્યકર્તા શુભમ ચાંદેલકરે જણાવ્યું કે, આ શૌચાલય 2024માં બનીને તૈયાર થઈ ગયું હતું, છતાં હજુ સુધી શરૂ કરાયું નથી. મેં અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરી છે, ગાંધીનગર PG પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરી છે. તેમજ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટરોને પણ જણાવ્યું છે. મોંઘી સામગ્રી વાપરીને કરોડો-લાખોનો ખર્ચ કર્યો છે, પણ અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને કોઈ નિકાલ લાવતું નથી.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ:હાઇકોર્ટમાં વકીલોની એન્ટ્રીનો ગેટ બંધ કર્યો, રેન્ટ એક્ટ પાછો ખેંચો...,સુરતમાં વકીલોના સૂત્રોચ્ચાર
    Next Article
    મહેસૂલી કર્મચારીઓની હડતાળથી જન સેવા કેન્દ્રોમાં કામકાજ ઠપ્પ:નોકરીમાં રજા પાડીને આવેલા અરજદારો રઝળ્યા; 400થી વધુ કર્મીઓ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment