Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલી કર્મચારીઓની હડતાળથી જન સેવા કેન્દ્રોમાં કામકાજ ઠપ્પ:નોકરીમાં રજા પાડીને આવેલા અરજદારો રઝળ્યા; 400થી વધુ કર્મીઓ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ

    16 hours ago

    5 ઓક્ટોબરના રોજ પડતર માંગણીઓને લઈને જિલ્લાના 500થી વધુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારો સામુહિક રજા પર ઉતરી જતા સરકારી કામકાજ ખોરવાયું છે. ખાસ કરીને હડતાળ અંગે અગાઉથી કોઈ જાણકારી ન હોવાથી જન સેવા કેન્દ્ર પર પોતાના કામ માટે આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક અરજદારો પોતાની નોકરીમાંથી ખાસ રજા મૂકીને આવ્યા હતા અને 2થી 3 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. જોકે, કલેક્ટર અને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રોમાં આવક, જાતિ અને નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલને લગતા કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ હોવાથી લોકોએ કામ વિના જ નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ ન અપાતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 400થી વધુ કર્મચારીઓ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ મહેસૂલી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડતા વિરોધ સ્વરૂપે 400થી વધુ કર્મચારીઓ સરકારી વોટ્સએપ ગ્રુપ્સમાંથી બહાર નીકળી ગયા હતા. તેમની મુખ્ય માંગણીઓમાં મહેસૂલી તલાટીઓ પાસેથી અન્ય વિભાગોની કામગીરી તાત્કાલિક દૂર કરવી, 2012ની બેચના નાયબ મામલતદારોને બઢતી આપવી, નવી એકીકૃત સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી, 2023 અને 2026માં દૂરના જિલ્લામાં કરાયેલી બદલીઓ રદ કરવી તેમજ જનસેવા કેન્દ્રો માટે અલાયદું મહેકમ મંજૂર કરવાનો સમાવેશ થાય છે. નાગરિકોને પડતી મુશ્કેલી દુર કરવા માગ આ માંગણીઓને લઈને કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. જોકે, આ સામૂહિક હડતાળના કારણે સામાન્ય નાગરિકો પિસાઈ રહ્યા હોવાથી મહેસૂલી વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા છે. માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવી નાગરિકોને રાહત આપવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    SMCના લાખો રૂપિયા પાણીમાં, જનતા સુવિધાથી વંચિત:લિંબાયતના નંદવનમાં ₹38 લાખનું શૌચાલય 2 વર્ષથી અને શિવ હીરાનગરનું 6 મહિનાથી બંધ
    Next Article
    રાજકોટ મનપાનાં બે મહત્વનાં નિર્ણય:ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેંચવા પુષ્કરધામ પાસે મફત થડા ફાળવાશે, મહાપાલિકા હવેથી ટાટા-મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment