Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનાં બે મહત્વનાં નિર્ણય:ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેંચવા પુષ્કરધામ પાસે મફત થડા ફાળવાશે, મહાપાલિકા હવેથી ટાટા-મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

    17 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુષ્કરધામ મેઈન રોડ ઉપર હોકર્સ ઝોનમાં સર્ટિફાઈડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ અર્થે 6 મહિના માટે વિનામૂલ્યે થડા ફાળવવાનો નિર્ણય કરાયો છે, જેથી ખેડૂતોને આર્થિક ટેકો મળશે અને લોકોને શુદ્ધ આહાર ઉપલબ્ધ થશે. આ સાથે સ્વદેશી ઉદ્યોગોને વેગ આપવા મહાનગરપાલિકામાં હવેથી માત્ર ટાટા અને મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીઓના જ વાહનો ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેની શરૂઆત રૂ. 60,40,600 ના ખર્ચે બે હરતી-ફરતી લાઈબ્રેરી માટે વાહનોની ખરીદી સાથે કરવામાં આવનાર છે. પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને તેના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 10નાં પુષ્કરધામ મેઈન રોડ પર હોકર્સ ઝોન પાસે હયાત ફૂડ કોર્ટના ડોમમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અર્થે સર્ટિફાઈડ ખેડૂતો માટે જગ્યા નિયત કરવામાં આવી છે. જોકે ખેડૂતોએ સ્વચ્છતા જાળવવી, ડસ્ટબિન રાખવું અને પોતાના ઓળખપત્ર રજૂ કરવા જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે. નાયબ ખેતી નિયામક (તાલીમ) અને ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટની રજૂઆતને ધ્યાને રાખીને, દર બુધવારે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવા ઈચ્છુક 7 ખેડૂતોને પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે વિનામૂલ્યે (મફતમાં) થડા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્થળે કુલ 10 થડા બનાવવામાં આવ્યા છે, જ્યાં મહત્તમ 10 ખેડૂતોને સ્થાન આપી શકાશે. 6 મહિના બાદ આ અંગે રિવ્યુ કરીને હોકર્સ ઝોનની નીતિ મુજબ આગળની ફાળવણી કરવામાં આવશે. મનપાનાં આ પગલાં દ્વારા ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે જગ્યા મળશે, તેમજ લોકોને પ્રાકૃતિક ઉત્પાદનો ઓછા ભાવમાં મળી રહેશે. બીજા મહત્વના નિર્ણયમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવેથી માત્ર સ્વદેશી કંપનીના વાહનો ખરીદવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મહાપાલિકાના વિવિધ વિભાગો અને અધિકારીઓ માટે મોંઘા ભાવના વિદેશી કે બિન-સ્થાનિક વાહનો ખરીદવાની પરંપરા રહી છે. પરંતુ હવેથી આ નીતિમાં ફેરફાર કરીને ભારતીય બનાવટની ટાટા અને મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીઓના વાહનોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ નિર્ણયનો પ્રારંભ શહેરની બે હરતી-ફરતી (મોબાઈલ) લાઈબ્રેરી માટે રૂ. 60,40,600 ના ખર્ચે ખરીદવામાં આવનારા બે નવા વાહનોથી કરવામાં આવશે. આ પગલાંથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને મનપાના ખર્ચમાં પણ ઘટાડો થશે.
    Click here to Read More
    Previous Article
    મહેસૂલી કર્મચારીઓની હડતાળથી જન સેવા કેન્દ્રોમાં કામકાજ ઠપ્પ:નોકરીમાં રજા પાડીને આવેલા અરજદારો રઝળ્યા; 400થી વધુ કર્મીઓ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ
    Next Article
    "Agent Promised Rs 1.2 Lakh Salary": Telangana Worker Stranded In Oman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment