Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ:હાઇકોર્ટમાં વકીલોની એન્ટ્રીનો ગેટ બંધ કર્યો, રેન્ટ એક્ટ પાછો ખેંચો...,સુરતમાં વકીલોના સૂત્રોચ્ચાર

    20 hours ago

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરાશે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શિત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કરવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. તેમજ બીજા ગેટ ઉપર ભીડ જોવા મળી છે. વકીલો કામથી અળગા રહેવાથી ચાલી રહેલા કેસોને પણ તેની અસર થશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે દિવસ માટે કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મારો વ્યક્તિગત મત એવો છે કે, આ કાયદો બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના લાભાર્થે લાવવામાં આવ્યો છે. ભાડા વિધેયકોનો વકીલો કેમ વિરોધ કરે છે? નવા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેનાથી ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ (જેમ કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર) નિર્ણય લેશે. અમદાવાદમાં વકીલો બાઈક રેલી યોજશે ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં આજે વકીલો રેલી યોજશે. ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી મેટ્રો કોર્ટ રેલી પહોંચશે જ્યાં વકીલો સ્વાગત કરી રેલીમાં જોડાશે.મેટ્રો કોર્ટથી ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ પહોંચ્યા બાદ ગાંધીજીની પ્રતિમા ખાતે રેલીનું સમાપન થશે. જૂનો કાયદો યથાવત રાખવાની માગ નવા ભાડા અધિનિયનને લઈને વકીલોની રોજગારી અને કેસની ન્યાયિક પ્રક્રિયા પર અસરને લઈને વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલો અને એસોસિએશન જૂનો કાયદો હતો તે જ યથાવત રાખવાની માગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    16 घंटे में सोमनाथ से दिल्ली, राजस्थान, मध्य प्रदेश, हरियाणा तक कनेक्टिविटी, 6 राज्यों को जोड़ने वाला भारत का मेगा एक्सप्रेसवे
    Next Article
    SMCના લાખો રૂપિયા પાણીમાં, જનતા સુવિધાથી વંચિત:લિંબાયતના નંદવનમાં ₹38 લાખનું શૌચાલય 2 વર્ષથી અને શિવ હીરાનગરનું 6 મહિનાથી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment