Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ‘ભૂતિયા’ ડિમોલિશનમાં SMC કમિશનરને દિલ્હીનું તેડું:PMOની એન્ટ્રીથી ગાંધીનગરથી દિલ્હી સુધી ફફડાટ, પ્લાન પાસ કરાવવા 'રસ્તા'નો વિવાદ અને SOG-મનપાના અધિકારીનો કારસો

    2 days ago

    સુરતના વેડરોડ નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ગેરકાયદે થયેલા 'ભૂતિયા' ડિમોલિશનનો મામલો હવે સ્થાનિક કક્ષાએથી નીકળીને દેશના સર્વોચ્ચ વહીવટી કેન્દ્ર સુધી પહોંચી ગયો છે. આ કેસમાં હવે સીધી વડાપ્રધાન કાર્યાલય (PMO)ની નજર મંડાતા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં ભૂકંપ આવી ગયો છે. ગુજરાતનો શહેરી વિકાસ વિભાગ પણ આ સમગ્ર પ્રકરણ પર પળેપળની નજર રાખી રહ્યો છે. આ દરમિયાન જ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અચાનક જ તમામ સરકારી કાર્યક્રમો પડતા મૂકીને દિલ્હી પહોંચી જતાં સચિવાલયથી લઈને મનપાના ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીથી સીધું તેડું આવતા કમિશનરને તાબડતોબ દોડવું પડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, શું મોટા માથાઓ સામે કડક પગલાં લેવાશે? પ્લાન પાસ કરવા અને કરોડોની કમાણી માટે બિલ્ડરોએ કારસો રચ્યો આ સમગ્ર વિવાદના મૂળમાં નાસીરનગરની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન અને તેના પર બનનારો બિલ્ડરોનો મેગા પ્રોજેક્ટ છે. બિલ્ડરો આ જગ્યા પર આલીશાન પ્રોજેક્ટ બનાવવા માંગે છે, પરંતુ કાયદાકીય મુજબ જ્યાં સુધી ત્યાં જવાનો મુખ્ય રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી તેમનો પ્લાન પાસ થઈ શકે તેમ નહોતો. બિલ્ડરોએ આજથી એક વર્ષ પહેલાં પણ આ પ્રોજેક્ટના પ્લાન મંજૂરી માટે મનપામાં લિટમસ ટેસ્ટ કર્યો હતો, પરંતુ તે સમયે પણ મનપા તંત્રએ સ્પષ્ટ કહી દીધું હતું કે "પ્રોપર રસ્તા વગર પ્લાન મંજૂર નહીં થાય." હાલમાં પણ બિલ્ડરની પીવીસી (PVC)ની ફાઈલ આ રસ્તાના વાંકે જ અટકેલી પડી છે. આથી, પોતાના પ્રોજેક્ટનો રસ્તો ચોખ્ખો કરવા અને કરોડોની કમાણી કરવા માટે બિલ્ડરોએ ગરીબોના આશિયાના ઉજ્જડ કરવાનો આ આખો 'ભૂતિયા ડિમોલિશન' નો કારસો રચ્યો હતો. આ પણ વાંચો...‘રાજદીપસિંહ નકુમે સોપારી લીધી હતી?’, સાયકલવાલાએ કહ્યું- જનરલ ડાયરની ભૂમિકા ભજવી ખાખી વર્દીનો પણ ભરપૂર દુરુપયોગ, SOG અધિકારીઓની સક્રિય ભૂમિકા ગરીબોના ઘર તોડી પાડવા માટે બિલ્ડરોએ માત્ર વહીવટી તંત્ર જ નહીં, પરંતુ ખાખી વર્દીનો પણ ભરપૂર દુરુપયોગ કર્યો હોવાના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. આ ભૂતિયા ડિમોલિશનમાં સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ડીસીપી રાજદિપસિંહ નકુમ અને પી.આઈ. અતુલ સોનારાની ભૂમિકા અત્યંત સક્રિય અને શંકાસ્પદ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બિલ્ડરોને કાયદાનો કોઈ ડર નહોતો કારણ કે તેમને ખાખી બેકિંગ મળેલું હતું. હવે જ્યારે આ મામલો ગાંધીનગર અને દિલ્હી દરબાર સુધી પહોંચી ગયો છે, ત્યારે આ બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ ભારે ખડભડાટ મચી ગયો છે. પોતાની ચામડી બચાવવા માટે હવે તેઓ પણ આંતરિક રીતે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ કાયદાનો સિકંજો તેમના પર પણ કસાઈ રહ્યો છે. ભાસ્કર ઈન્વેસ્ટિગેશનઃ ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો પોલીસ મુખ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર રચાતી હતી ડિમોલિશનની સ્ક્રિપ્ટ? આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સુરત પોલીસ મુખ્યાલય (હેડક્વાર્ટર)ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ચોક્કસ બ્રાન્ચમાં આ આખા પ્રકરણના બિલ્ડરની અવરજવર ખૂબ જ વધારે હતી. આ બિલ્ડર જાણે પોલીસ તંત્રનો જ એક ભાગ હોય તેમ અવારનવાર ત્યાં આવીને બેસતો હતો. નાસીરનગરમાં જે દિવસે જેસીબી ફેરવવામાં આવ્યું અને ગરીબોના ઘર જમીનદોસ્ત કરાયા, તેના ગણતરીના દિવસો પહેલાં પણ આ બિલ્ડર પોલીસ હેડક્વાર્ટરની આ બ્રાન્ચમાં લાંબો સમય રોકાયો હતો. પોલીસ મુખ્યાલયની અંદર જ બેસીને ડિમોલિશન માટે કઈ રીતે પોલીસ પ્રોટેક્શન આપવું અને કઈ રીતે વિરોધ કરનારા ગરીબોને દબાવી દેવા, તેની આખી સ્ક્રિપ્ટ લખાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા વિપક્ષનો આરોપ, 'અધિકારીઓએ બિલ્ડર વતી સોપારી ફોડી' આ મામલે સુરત કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ અને સરકારી તંત્ર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ સતત ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના વિવાદાસ્પદ અધિકારી સુજલ પ્રજાપતિ, રામજી અને પોલીસ અધિકારીઓ રાજદિપસિંહ નકુમ તેમજ અતુલ સોનારાએ મળીને આ આખી 'સોપારી' પાર પાડી છે. બિલ્ડરોના કરોડોના પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે આ સરકારી બાબુઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી દીધું. વિપક્ષનો દાવો છે કે, આ કોઈ કાયદેસરની પ્રક્રિયા ન,હોતી પરંતુ બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠથી રચાયેલું એક મોટું કૌભાંડ છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોવાની આશંકા છે. 16 જૂન સુધીમાં ચીફ આશિષ નાયક પાસે રિપોર્ટ મંગાયો નાસીરનગર ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં મનપાના કર્મચારીઓની સંડોવણી બહાર આવતા જ મનપા કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે 6 સભ્યોની હાઈ-લેવલ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ હાલ યુદ્ધના ધોરણે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. તપાસ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ ત્યારે જ કમિટીએ આક્રમક વલણ અપનાવતા સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકને એક કડક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં આદેશ કરાયો છે કે નાસીરનગરમાં જે ડિમોલિશન થયું તે દરમિયાન કઈ કઈ કામગીરી કરવામાં આવી, કોના આદેશથી સ્ટાફ મોકલાયો અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી થઈ, તેનો સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ આગામી 16મી જૂન સુધીમાં સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસમાં કયા મોટા માથાના નામ સત્તાવાર રીતે બહાર આવે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સાયચા ગેંગની મિલકતો પર મેગા ડિમોલિશનનો ડ્રોન VIDEO:બેડી વિસ્તારમાં 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, આશરે સવા કરોડ કિંમતની જમીન ખુલ્લી કરાઈ
    Next Article
    નરેશ પટેલ અને સંઘવી વચ્ચે અડધો કલાક બંધ બારણે ચર્ચા:રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના ઘરે પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment