Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સાયચા ગેંગની મિલકતો પર મેગા ડિમોલિશનનો ડ્રોન VIDEO:બેડી વિસ્તારમાં 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, આશરે સવા કરોડ કિંમતની જમીન ખુલ્લી કરાઈ

    8 hours ago

    જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને ફરી એકવાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાં આતંક મચાવનારી કુખ્યાત 'સાયચા ગેંગ' દ્વારા સરકારી જમીન પર પચાવી પાડેલા ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસને સંયુક્ત રીતે બુલડોઝર ફેરવી દીધું છે. ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા આલીશાન બંગલા અને નાના-મોટા કુલ 13 બાંધકામોને ગણતરીના કલાકોમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 9,800 ચોરસ ફૂટ જગ્યા મુક્ત કરાઈ આ મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન રૂ. 1.16 કરોડની બજાર કિંમત ધરાવતી 917 ચોરસ મીટર (આશરે 9,800 ચોરસ ફૂટ) સરકારી જમીન માફિયાઓના કબજામાંથી મુક્ત કરાવીને તંત્રએ પોતાના હસ્તક લીધી છે. આ સમગ્ર કામગીરીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો. જ્યાં પહેલા આલીશાન ગેરકાયદેસર બંગલાઓ ઊભા હતા, ત્યાં તંત્રની કાર્યવાહી બાદ હવે માત્ર કાટમાળ અને ખુલ્લી જમીન જ દેખાઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જામનગરના એસપી ડો. રવિમોહન સૈની અને સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા. આ સાથે જ મહેસૂલ વિભાગ તરફથી પ્રાંત અધિકારી એસ.ડી. બારડ સ્થળ પર હાજર રહીને સમગ્ર કામગીરીનું સીધું સુપરવિઝન કર્યું હતું. ડિમોલિશન થયું તેની અંદાજિત કિંમત સવા કરોડ રૂપિયા : જિલ્લા પોલીસવડા જામનગર સિટી બી પોલીસ સ્ટેશનના બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગ દ્વારા 918 સ્ક્વેર મીટર જેટલી સરકારી જગ્યા પર દબાણ કરીને મકાન અને સ્ટ્રક્ચર્સ બનાવી દેવાયા હતા, જેનું ડિમોલિશન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પૂરતા બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે. આજે જે ડિમોલિશન થયું તેની અંદાજિત કિંમત સવા કરોડ રૂપિયા છે. ભૂતકાળની કામગીરીમાં પણ સાયચા ગેંગ પાસેથી અંદાજે 17 કરોડ રૂપિયા જેટલી કિંમતની જમીન મુક્ત કરાવાઈ છે. ગુજસીટોકના 40 ગુનેગારોની મિલકતોનો સર્વે શરૂ જામનગર શહેરમાં ગત મહિનામાં બે કોર્પોરેટરોની ગેંગના 29 શખસો તેમજ સાયચા ગેંગના 11 મળીને કુલ 40 શખસો સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો છે. સાયચા ગેંગના 11 આરોપીઓમાંથી હાલ 3 શખસો પોલીસ રિમાન્ડ પર છે અને અન્ય જેલમાં છે. આગામી એક્શન પ્લાન અંગે સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા તમામ 40 શખસોની મિલ્કતોનો સર્વે હાલ કરવામાં આવી રહ્યો છે. આ તપાસમાં જો કોઈપણ આરોપીએ સરકારી જમીન પર દબાણ કર્યું હોવાનું સામે આવશે, તો તેને પણ આ જ રીતે ખાલી કરાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    The sadhu wants pulao. The snob rejects veg biryani. Culinary history disagrees with both
    Next Article
    નાસીરનગર ‘ભૂતિયા’ ડિમોલિશનમાં SMC કમિશનરને દિલ્હીનું તેડું:PMOની એન્ટ્રીથી ગાંધીનગરથી દિલ્હી સુધી ફફડાટ, પ્લાન પાસ કરાવવા 'રસ્તા'નો વિવાદ અને SOG-મનપાના અધિકારીનો કારસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment