Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂત્રાપાડામાં અદ્યતન બસ સ્ટેશન બનાવવા માગ:ભાજપના દિલીપસિંહ બારડની Dy.CMને રજૂઆત; વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો સહિત હજારો મુસાફરોની મુશ્કેલી દૂર કરવા ગ્રાન્ટ ફાળવવા અપીલ

    8 hours ago

    ગીરસોમનાથ જિલ્લાના ઔદ્યોગિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા સૂત્રાપાડા શહેરમાં અદ્યતન એસ.ટી.બસ સ્ટેશનના નિર્માણની માંગ ફરી એકવાર સામે આવી છે. શહેરમાં દરરોજ હજારો મુસાફરોની અવરજવર થતી હોવા છતાં પૂરતી સુવિધાઓ ધરાવતા બસ સ્ટેશનનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીઓ,વેપારીઓ, નોકરીયાતો અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ બારડે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી નવા બસ સ્ટેશનના નિર્માણ માટે જરૂરી મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે. દિલીપ બારડે રજૂઆતમાં જણાવ્યું છે કે, સૂત્રાપાડા શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો એસ.ટી. બસ મારફતે મુસાફરી કરે છે.વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, વેપારીઓ વ્યવસાય માટે તેમજ નોકરીયાતો રોજિંદી અવરજવર માટે જાહેર પરિવહન પર આધાર રાખે છે તેમ છતાં મુસાફરોની જરૂરિયાતને અનુરૂપ આધુનિક સુવિધાઓ ધરાવતું બસ સ્ટેશન ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. બેઠક, પાણી અને શૌચાલય જેવી સુવિધાઓનો અભાવ રજૂઆતમાં બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે પૂરતી બેઠક વ્યવસ્થા,શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને બસની રાહ જોતી વખતે પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ સુવ્યવસ્થિત અને સુવિધાસભર બસ સ્ટેશનનું નિર્માણ સમયની માંગ હોવાનું જણાવાયું છે. હાલની વ્યવસ્થા મુસાફરોની વધતી સંખ્યા અને વિસ્તારના વિકાસની જરૂરિયાતોને અનુરૂપ પૂરતી ન હોવાની રજૂઆત સાથે નવા બસસ્ટેશન માટે આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. અદ્યતન બસસ્ટેશનનું નિર્માણ થાય તો મુસાફરોને વધુ સારી સુવિધા મળવાની સાથે જાહેર પરિવહન વ્યવસ્થા પણ વધુ સુદૃઢ બની શકે છે. ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ મળશે લાભ સૂત્રાપાડા શહેર ઉપરાંત આસપાસનાં ગામડાંના લોકો પણ વિવિધ કામકાજ,શિક્ષણ,રોજગાર અને અન્ય જરૂરિયાતો માટે શહેરમાં આવતા હોય છે. આવા સંજોગોમાં આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ સમગ્ર વિસ્તાર માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. મુસાફરોને સલામત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં બસની રાહ જોવાની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પગલાં ભરવાની જરૂરિયાત રજૂઆતમાં દર્શાવવામાં આવી છે. દિલીપભાઈ બારડે મુસાફરોની સુખાકારી, જાહેર પરિવહનની વધુ સારી કનેક્ટિવિટી અને વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને સૂત્રાપાડામાં અદ્યતન એસ.ટી. બસ સ્ટેશનના નિર્માણ માટે વહેલી તકે જરૂરી મંજૂરી આપી ગ્રાન્ટ ફાળવવા અપીલ કરી છે. હવે આ રજૂઆતના પગલે સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને સૂત્રાપાડાને આધુનિક બસ સ્ટેશનની સુવિધા ક્યારે મળે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ધોળકા-ખેડા હાઈવે પરથી 1.47 કરોડના પોસડોડાનો જથ્થો ઝડપાયો:અમદાવાદ SOGએ 696 કિલો જથ્થો અને ટ્રક જપ્ત કરી રાજસ્થાનના ડ્રાઈવરને પકડ્યો
    Next Article
    નવસારી LCBની ટીમને DGP એ સન્માનિત કરી:ટીમ 10 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડ્યા. મોસાદ જેવી ટેક્નોલોજીથી ગુનાનો ભેદ ઉકેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment