Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી ઇંગ્લિશ દારુ બન્યો તે ઘરે પહોંચ્યું ભાસ્કર:મુખ્ય સૂત્રધાર રઈશને મધ્યપ્રદેશથી ભાવનગર લાવી SMC, વરતેજ PI સસ્પેન્ડ; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત, 46 હોસ્પિટલમાં

    1 day ago

    ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે, જ્યારે 46 લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે. કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય યુવક જય જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત નિપજ્યું છે. પરિણીત એવા જયેશભાઈને સંતાનમાં આઠ વર્ષનો એક દીકરો અને ચાર વર્ષની એક દીકરી છે. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવાયો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૂળ ભાવનગરનો 35 વર્ષીય સંજયસિંહ સુરતમાં પરિવાર સાથે રહે છે. તે વતન ભાવનગરથી દારૂ પીને સુરત આવતા જ બીમાર પડતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તે 3 દિવસથી બેભાન છે. જિલ્લામાં સ્થિતિ એવી વણસી છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તહેનાત કરાયા છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે. મોડી રાત સુધી SMC, LCB અને સ્થાનિક પોલીસે બુટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હતું. સાથે જ મુખ્ય સૂત્રધાર રઈસને ઇન્દોરથી SMCએ ઝડપી પાડ્યો છે. 21 વિરુદ્ધ ફરિયાદ અને 13ની ધરપકડ કરાઈ છે. ભાવનગર રેન્જ આઈજીએ વરતેજ પોલીસ મથકના પીઆઈ એ.બી.પઢેરીયાને સસ્પેન્ડ કર્યા છે. ગઇકાલે રાત્રે વરતેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા. ભાવનગરથી દારૂ પીને સુરત આવ્યો નકલી દારૂ પીધા બાદ સુરતનો સંજયસિંહ નામનો યુવક પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. યુવક 16 તારીખે રાત્રે ભાવનગરથી દારૂ પીને 17 તારીખે સવારે સુરત આવ્યો હતો. જ્યાં પહોંચતા જ તબિયત લથડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. જેથી તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ન્યુરોલોજિસ્ટની હોસ્પિટલમાં ખસેડાયો છે. 3 દિવસથી બેભાન સંજયસિંહની જ્યારે તબિયત લથડી હતી ત્યારે પહેલા તેની આંખો બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના અલગ અલગ રિપોર્ટ કરાવી રહ્યા હતા ત્યારે તેને સિરિયસ એટેક આવી ગયો હતો. ત્યારથી જ તે બેભાન અવસ્થામાં છે અને સારવાર હેઠળ છે. સંજય છેલ્લા બે-ત્રણ દિવસથી આજ અવસ્થામાં હોવાથી પરિવાર પણ ચિંતિત છે. દારૂ પીધાના આઠથી દસ કલાકમાં જ તબિયત લથડી સંજયસિંહની તબિયત લથડવાના કારણે અલગ અલગ ડૉક્ટરો દ્વારા અલગ અલગ રિપોર્ટો કરાવવામાં આવ્યા હતા. દારૂનો નશો કર્યો હોવાથી તેનો એક અલગથી રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં ઇથેનોલ મિથેનોલ પોઈઝનની અસર હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. દારૂ પીધાના આઠથી દસ કલાકમાં જ સંજયની તબિયત લથડી હતી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇસ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. બીજી વખત દારૂ ખરાબ બનતા નાશ કરી દીધો પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરી ગૌતમ અને તેના સાળાએ વેચી દીધો હતો. બીજી વખત બનાવેલો દારૂ અત્યંત ખરાબ બનતાં તેનો સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર અને આસપાસના ગામડાઓમાં છૂટક વેચાણ માટે મોકલ્યો હતો, જેમાં સંજય ચાવડા નામના શખ્સને વેચેલી 36 પેટીઓ નીલમબાગ પોલીસે દરોડો પાડીને કબજે કરી હતી. ઝેરી દારૂ બનાવનારનું જ કરૂણ મોત મિથેનોલયુક્ત આ ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ રીતે લોકો માટે તૈયાર કરાયેલો ઝેરી દારૂ ખુદ બનાવનાર માટે પણ કાળ સાબિત થયો હતો. સર ટી. હોસ્પિ.માં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવાયા ભાવનગર શહેર અને જિલ્લામાંથી નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી તબિયત લથડી હોય તેવા અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે સર ટી. હોસ્પિટલમાં સ્થાનિક કક્ષાએથી મુંબઈથી ફોમેપિઝોલ ઇન્જેક્શન મંગાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રારંભિક તબક્કામાં 10 ઇન્જેક્શન મંગાવવા વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું. ‘સર ટી. હોસ્પિટલમાં બે દિવસમાં અસરગ્રસ્તોની સંખ્યા વધી’ ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.કૈરવી દેસાઈએ જણાવ્યું કે, નકલી નશીલા પીણાના કારણે સર ટી. હોસ્પિટલમાં બે દિવસમાં અસરગ્રસ્તોની સંખ્યા વધી છે, જેને ધ્યાનમાં લઈ તબીબોની 4 ટીમો રાઉન્ડ ધ ક્લોક સારવારમાં તહેનાત છે. વધુમાં અસરગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ આઈ.કે.ડી.આર.સી. હોસ્પિટલમાંથી કિડની અને લીવરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ બોલાવાયા છે. આ પણ વાંચો: લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે? મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે. 15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 4 વર્ષ પહેલાં થયો હતો બરવાળા લઠ્ઠાકાંડ 4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ નેતા સજ્જન કુમારનું તિહારમાં નિધન:શીખ વિરોધી રમખાણોમાં આજીવન કેદ ભોગવી રહ્યા હતા; 3 કેસમાંથી એકમાં નિર્દોષ, 2માં દોષિત હતા
    Next Article
    સહકારી સંસ્થામાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી:રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી લડવા ઇચ્છુક તમામને ફોર્મ ભરવા ભાજપની સૂચના, બે પૂર્વ મંત્રીના જૂથવાદ વચ્ચે જંગ જામ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment