Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા સજ્જન કુમારનું તિહારમાં નિધન:શીખ વિરોધી રમખાણોમાં આજીવન કેદ ભોગવી રહ્યા હતા; 3 કેસમાંથી એકમાં નિર્દોષ, 2માં દોષિત હતા

    14 hours ago

    કોંગ્રેસના પૂર્વ સાંસદ અને નેતા સજ્જન કુમારનું ગુરુવારે 80 વર્ષની વયે નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર, સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. તેઓ 1984ના શીખ વિરોધી રમખાણોના ત્રણમાંથી બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. તેમને એક કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પિતા-પુત્રની હત્યા સહિત 2 કેસમાં દોષિત દિલ્હી કેન્ટની પાલમ કોલોનીમાં 5 શીખોની હત્યા બાદ ગુરુદ્વારા સળગાવી દેવામાં આવ્યું હતું. આ કેસમાં સજ્જન કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે 17 ડિસેમ્બર, 2018ના રોજ આજીવન કેદની સજા સંભળાવી હતી. સપ્ટેમ્બર, 2023ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના સુલતાનપુરીમાં 3 શીખોની હત્યાના કેસમાં નિર્દોષ છોડી મૂક્યા. હુલ્લડમાં CBIના એક મહત્વના સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન ભીડને ઉશ્કેરી રહ્યા હતા. 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી વિહારમાં સરદાર જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા થઈ હતી. હુલ્લડખોરોએ લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને શીખોને જીવતા સળગાવી દીધા. 12 ફેબ્રુઆરી, 2025ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા. 25 ફેબ્રુઆરીના રોજ તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. 1984ના શીખ વિરોધી રમખાણોમાં લગભગ 3500 લોકોના મોત 31 ઓક્ટોબર 1984ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી 1 નવેમ્બરથી દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા. PTI અનુસાર, દિલ્હીમાં લગભગ 2700 અને દેશભરમાં લગભગ 3500 લોકોના મોત થયા. મે 2000માં જીટી નાણાવટી કમિશન બન્યું. તેની ભલામણ પર 24 ઓક્ટોબર 2005ના રોજ CBIએ કેસ દાખલ કર્યો. 2010માં ટ્રાયલ કોર્ટે સજ્જન કુમાર સહિત ઘણા આરોપીઓને સમન્સ પાઠવ્યા. 2013 માં સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા પછી CBI એ હાઈકોર્ટમાં અપીલ કરી. 17 ડિસેમ્બર 2018ના રોજ દિલ્હી હાઈકોર્ટે પાંચ શીખોની હત્યાના કેસમાં સજ્જન કુમારને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી. રમખાણોના 21 વર્ષ પછી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે સંસદમાં માફી માંગતા કહ્યું હતું કે આ ઘટનાથી તેમનું માથું શરમથી ઝૂકી જાય છે. સજ્જન કુમાર પ્રથમ વખત 1980માં દિલ્હીના સાંસદ બન્યા સજ્જન કુમારનો જન્મ 23 સપ્ટેમ્બર 1945ના રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ મેટ્રિક સુધી ભણેલા હતા. તેમના લગ્ન રામ કૌર સાથે થયા હતા. તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેમણે 1977માં દિલ્હી નગર નિગમના કાઉન્સિલર તરીકે રાજકારણ શરૂ કર્યું. બાદમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ બન્યા. 1980માં પ્રથમ વખત બાહ્ય દિલ્હીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા. 1991 અને 2004માં પણ આ જ બેઠક પરથી સાંસદ રહ્યા. સંસદમાં તેમણે શહેરી વિકાસ અને સાંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના સંબંધિત સમિતિઓમાં કામ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Mohsin Naqvi On Dais Again? Women's Asia Cup Could Test BCCI's Stance
    Next Article
    નકલી ઇંગ્લિશ દારુ બન્યો તે ઘરે પહોંચ્યું ભાસ્કર:મુખ્ય સૂત્રધાર રઈશને મધ્યપ્રદેશથી ભાવનગર લાવી SMC, વરતેજ PI સસ્પેન્ડ; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત, 46 હોસ્પિટલમાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment