Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુટલેગરો સાથે મળેલા પોલીસકર્મીઓ પર તવાઈ આવશે:ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની ભૂમિકાને લઈ SMCના IG ગગનદીપસિંહ ગંભીરની મેરેથોન તપાસ

    2 days ago

    ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ વધુ ઉંડાણપૂર્વક આગળ વધી રહી છે. સતત ત્રીજા દિવસે SMCના IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલા DSP કચેરીએ પહોંચ્યા છે. લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા અને સમગ્ર ઘટનામાં પોલીસની ભૂમિકા અંગે ચાલી રહેલી ઇન્કવાયરીના ભાગરૂપે આજે પણ SMC ના અધિકારીઓ દ્વારા એક મેરેથોન પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને લઠ્ઠાકાંડ પહેલાથી લઈને ઘટના બાદ એટલે કે અત્યાર સુધી પોલીસની કામગીરી બેદરકારી કે કોઈ કથિત મિલીભગત રહી હતી કે કેમ તે દિશામાં પણ તપાસનો દોર આજે આગળ વધશે, જો SMCની તપાસમાં કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની કથિત ભૂમિકા, ફરજમાં બેદરકારી અથવા ગંભીર ચૂક સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓના નિવેદન લેવાશે સૌથી મોટો સવાલ એ છે કે આ લઠ્ઠા કાંડમાં તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે અને પોલીસ વિભાગમાં કોની જવાબદારી નક્કી થાય છે અને કોના પર કાર્યવાહી થાય છે તેમના પર સૌની નજર મંડાયેલી છે આજે સવારથી જ તપાસની ઇન્કવાયરી શરૂ કરવામાં આવી તેમાં અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ અને એલ.સી.બી પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ નીલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઇ ના પણ નિવેદન નોંધવામાં આવશે. ગઈકાલની વાત કરવામાં આવે તો અનેક પોલીસ કર્મચારીઓના નિવેદન એસએમસી દ્વારા નોંધવામાં આવ્યા છે જેમાં અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. તપાસના ભાગરૂપે આજે પણ ચાર જેટલા આરોપીઓ ને ડીએસપી કચેરી પર લાવવામાં આવ્યા હતા હાલ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તેમના દ્વારા નવા શું ખુલાસા કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં 27 આરોપીઓની ધરપકડ લઠ્ઠાકાંડમાં SMCની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 27 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અગાઉ 14 અને બાદમાં 13 આરોપીની ધરપકડ થઈ છે. જોકે લઠ્ઠાકાંડના તાર માત્ર ભાવનગર સુધી સીમિત નથી પરંતુ અન્ય રાજ્ય સાથે પણ કનેક્શન મળી આવ્યું છે અને સૌથી મોટો સવાલ તો એ છે કે, આનંદ થાળી નામનો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો વતની કે જેમની કથિત રીતે લઠ્ઠા કાંડમાં ભૂમિકા રહી છે અને પોલીસ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ નોટમાં આ વ્યક્તિ દ્વારા મિથેનોલ ની સપ્લાયર તરીકે ની ભૂમિકા સામે આવી છે આ સાથે જ ડુબલીકેટ રોયલ સ્ટેગની બોટલો અને તેમના વેચાણ અંગે પણ અનેક બુટલેગરોની ધરપકડ થઈ છે જેમાં મોટાભાગના બુટલેગરો ભાવનગરના હોવાનું સામે આવ્યું છે
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી, સપ્તાહનો પ્રારંભ:આંબેડકર ગાર્ડનથી સંસ્કૃત યુનિવર્સિટી સુધી યાત્રા, વિવિધ કાર્યક્રમો યોજાશે
    Next Article
    હિંમતનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:મહેતાપુરા ત્રિવેણી વિદ્યાલયથી યાત્રાનો પ્રારંભ; મહાનુભાવો દ્વારા પુષ્પવર્ષા સાથે પ્રસ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment