Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી, સપ્તાહનો પ્રારંભ:આંબેડકર ગાર્ડનથી સંસ્કૃત યુનિવર્સિટી સુધી યાત્રા, વિવિધ કાર્યક્રમો યોજાશે

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવા માટે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની પ્રેરણાથી તેમજ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. સંસ્કૃત સપ્તાહના પ્રારંભે મંગળવારે સવારે 10:30 કલાકે વેરાવળના ડૉ. બાબાસાહેબ આંબેડકર ગાર્ડન ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ યાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ શ્રી સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પહોંચી હતી. યાત્રામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંસ્કૃતપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં સંસ્કૃત ભાષાની વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા, વેદ-શાસ્ત્રો, કર્મકાંડ વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન, આયુર્વેદ સહિત જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંસ્કૃતના અમૂલ્ય યોગદાનને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચાએ સંસ્કૃત સપ્તાહ દરમિયાન યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 27 ઓગસ્ટના રોજ સંસ્કૃત સંભાષણ દિનની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો દ્વારા સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશો આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંસ્કૃતમાં અભિવાદનના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર #Sanskritsaptah હેશટેગ સાથે પ્રસારિત કરશે. શાળાઓમાં સંસ્કૃત ભાષાને વર્ગખંડમાં વાતચીત અને વ્યવહારમાં લાવવા માટે ‘સંસ્કૃત સોપાનમ’ તથા ‘સંસ્કૃત નિર્દેશિકા’નો ઉપયોગ કરવામાં આવશે. શાળાઓમાં સંસ્કૃત ભાષામાં પ્રાર્થના, ગીતો, સુભાષિતો, શ્લોકો અને સંવાદોનું ગાન તથા કંઠપાઠ કરાવવામાં આવશે. સંસ્કૃત પ્રશ્નોત્તરી, એક મિનિટ સ્પર્ધા, નિષ્ણાત વ્યાખ્યાન અને સંસ્કૃત સ્લોગન આધારિત રીલ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે. ૨૯ ઓગસ્ટના રોજ સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાશે. જિલ્લા કક્ષાએ સંસ્કૃત સાહિત્ય પ્રદર્શન, ભારતીય જ્ઞાન પરંપરાના ગ્રંથો, પ્રાચીન-અર્વાચીન સંસ્કૃત સાહિત્યની ઝાંખી તેમજ ‘સાયન્સ ઇન સંસ્કૃત’ પ્રદર્શન યોજાશે. સાહિત્યકારો, લેખકો અને કવિઓની ઉપસ્થિતિમાં સંસ્કૃત સાહિત્યસભા તથા ચર્ચા-ગોષ્ઠીનું પણ આયોજન થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી, શ્લોક કંઠપાઠ, અર્થઘટન તથા સંસ્કૃત ભાષાના મહત્ત્વ આધારિત વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. સમગ્ર સંસ્કૃત સપ્તાહ દરમિયાન નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ, રસ અને જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ:પોલીસને ધક્કો મારીને બેરિકેડિંગ તોડ્યા, TRE-4 પરીક્ષામાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે
    Next Article
    બુટલેગરો સાથે મળેલા પોલીસકર્મીઓ પર તવાઈ આવશે:ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની ભૂમિકાને લઈ SMCના IG ગગનદીપસિંહ ગંભીરની મેરેથોન તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment