Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:મહેતાપુરા ત્રિવેણી વિદ્યાલયથી યાત્રાનો પ્રારંભ; મહાનુભાવો દ્વારા પુષ્પવર્ષા સાથે પ્રસ્થાન

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શિક્ષણ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ સમારોહ’ અંતર્ગત મંગળવારે મહેતાપુરા સ્થિત ત્રિવેણી વિદ્યાલયથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્કૃત પાઠશાળાના 7 વિદ્યાર્થીઓના મંત્રોચ્ચાર વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ તથા પુષ્પવર્ષા કરીને યાત્રાને પ્રસ્થાન કરાવી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કર્યું હતું. વિદ્યાર્થીઓની વેશભૂષા સાથે નગરચર્ચા અને જાગૃતિ ત્રિવેણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ પૌરાણિક વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અંગે જાગૃતિ ફેલાવતા સંદેશા સાથે મહેતાપુરા વિસ્તારના વિવિધ માર્ગો પર રેલી યોજી હતી, જે બાદમાં પરત વિદ્યાલય ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે વક્તાઓએ સંસ્કૃતને ‘દેવવાણી’ ગણાવી વેદ, ઉપનિષદ, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની મૂળ આધાર ગણાવતા કહ્યું હતું કે તે માત્ર પ્રાચીન ભાષા નથી પરંતુ ભારતીય જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો મુખ્ય આધાર છે. કલેક્ટર સહિત અનેક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ આ ગૌરવ યાત્રામાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડીયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાદું, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય, ત્રિવેણી વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટ, પૂર્ણિમાબેન ભટ્ટ તેમજ પાલિકા સદસ્યો ગાયત્રીબેન વાળંદ, તેજલબેન રાવલ અને સાવનભાઈ ડોડીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બુટલેગરો સાથે મળેલા પોલીસકર્મીઓ પર તવાઈ આવશે:ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની ભૂમિકાને લઈ SMCના IG ગગનદીપસિંહ ગંભીરની મેરેથોન તપાસ
    Next Article
    સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ પૂર્ણ ભાઈચારા સાથે ઉત્સવ ઉજવવા ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment