Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ પૂર્ણ ભાઈચારા સાથે ઉત્સવ ઉજવવા ખાતરી આપી

    2 days ago

    સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી ૨૬ ઓગસ્ટે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદનો તહેવાર ઉજવવામાં આવશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સોનગઢ વિસ્તારમાં તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠકમાં સોનગઢ નગર અને આસપાસના હિન્દુ-મુસ્લિમ સમાજના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન બંને સમુદાયો વચ્ચે ભાઈચારો, સન્માન અને સામાજિક સૌહાર્દ મજબૂત બને તે બેઠકનો મુખ્ય હેતુ હતો. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, તહેવાર માત્ર ઉત્સવ નથી પરંતુ સામાજિક એકતાની પરીક્ષા છે. સોનગઢની ગંગા-જમુના સંસ્કૃતિ જાળવી રાખવા માટે દરેક નાગરિકે પોલીસ પ્રશાસનને સહયોગ આપવો પડશે. ચર્ચા દરમિયાન ઈદ-એ-મિલાદનું જુલુસ નિર્ધારિત પરંપરાગત માર્ગો અને નિયમો અનુસાર જ નીકળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મુકાયો હતો. સામાન્ય જનજીવન કે ટ્રાફિક વ્યવસ્થાને કોઈ અડચણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા પર સહમતિ સધાઈ હતી. સોશિયલ મીડિયા પર તહેવાર સંબંધિત કોઈપણ ભ્રામક અફવાઓ, ખોટી માહિતી કે લાગણી દુભાવે તેવી પોસ્ટ શેર ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. સોનગઢ પોલીસ પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જાળવવા તહેવાર દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપી છે. અંતે, હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ તહેવાર પરંપરાગત ઉત્સાહ અને કોમી એખલાસ સાથે ઉજવવાની ખાતરી આપી હતી. આ બેઠકથી સોનગઢ પંથકમાં ભાઈચારા અને શાંતિની ભાવના વધુ મજબૂત બની છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:મહેતાપુરા ત્રિવેણી વિદ્યાલયથી યાત્રાનો પ્રારંભ; મહાનુભાવો દ્વારા પુષ્પવર્ષા સાથે પ્રસ્થાન
    Next Article
    રાજકોટની ન્યૂ ફ્લોરા, અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ:સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી સ્કૂલ મામલે ભીનું સંકેલાઈ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment