Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની ન્યૂ ફ્લોરા, અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ:સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી સ્કૂલ મામલે ભીનું સંકેલાઈ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ

    2 days ago

    રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને 80 ફૂટ રોડ પરની અંબિકા વિદ્યાલય સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ બંધ કરવા અંગેની છેલ્લી નોટિસ પણ આપી દેવામાં આવી પરંતુ આ સમગ્ર પ્રકરણ જાહેર થયાને સવા મહિનાનો સમય વીતી ગયા બાદ પણ સ્કૂલ બંધ થઈ નથી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ મામલામાં ભીનું સંકેલાઈ ગયાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટમાં હવે તમારે સ્કૂલ ખોલવી હોય તો કોઈ જાતની મંજૂરીની જરૂર નથી. કારણકે અત્યારે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે કોઈપણ પ્રકારની તમે મંજૂરી લ્યો કે ન લ્યો, ફાસ્ટ ફૂડની દુકાન હોય તે રીતના શેરી ગલીઓમાં એક સ્કૂલના નામે ફ્રેન્ચાઇઝી લઈ લ્યો તો ચાલવા દે છે. તેમણે જણાવ્યું કે, રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ અને અંબિકા વિદ્યાલય કે જે બંને સ્કૂલો સ્થળ ફેરની મંજૂરી વિના શરૂ કરી દેવામાં આવી છે જેમાં ન્યૂ ફ્લોરા સાડીના કારખાનામાં ચાલતી હતી અને જે અંબિકા વિદ્યાલય ગુજરાતી મીડિયમ છે તે કેરલા પાર્કમાં આવેલી પ્રીમિયર સ્કૂલની અંદર ચાલતી હતી.બંને સ્કૂલોની અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા સહિત રજૂઆત 40 દિવસ પહેલાં કરી હતી. દર વખતે જિલ્લા શિક્ષણ અધિકારી મીડિયામાં અહેવાલો આપે છે, 'અમે નોટિસ આપી દીધી છે', 'એક લાખનો દંડ આપીશું', 'એક મહિનાની અંદર સ્કૂલનું સ્થળ ફેર થઈ જશે'. જોકે મીડિયા પાસેથી જે રીતના માહિતી મળી છે કે હજુ કાર્યવાહી ચાલુ છે. એટલે ક્યાંકને ક્યાંક આ તપાસ ઢીલી છે. આ સમગ્ર મામલો રફેદફે કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને ભાજપના એક મોટા નેતાએ ભલામણ કરી હોવાનું તેમજ આંગળિયુ કર્યાની ચર્ચા છે. અમે આ બંને સ્કૂલો બાબતે આવનારા સમયમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીને મળવાના છીએ. બંને સ્કૂલો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં DEO નો ઘેરાવ કરવાના છીએ. આગામી 10 દિવસમાં રાજકોટની આવી 5 થી વધુ ડમી સ્કૂલોનો અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય બંધ કરવા માટેની છેલ્લી નોટિસ આપવામાં આવી હતી અને તેનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું જોકે તેમાં ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલકો ઉપસ્થિત ન રહેતા બીજી વખત હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે બાદ તપાસ રિપોર્ટ આવશે અને તેના આધારે દંડ તેમજ સ્કૂલ બંધ કરવા અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ પૂર્ણ ભાઈચારા સાથે ઉત્સવ ઉજવવા ખાતરી આપી
    Next Article
    Bhavnagar Liquor Tragedy Case Update | દારૂકાંડ મુદ્દે 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment