Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMC કમિશનર કેવી રીતે પોતાના હોદા પર રહી શકે? :HC:નાસીરનગર ડિમોલીશન મામલે કહ્યું- 'રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે', દોષિતોના ખર્ચે પુનર્વસન કરો'

    1 day ago

    સુરતના નાસીરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલીશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે. જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ દ્વારા પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકો માટે 120 ફ્લેટ ખાલી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે બે સિનિયર ઓફિસર સાથેની હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યાની પણ કોર્ટને જાણકારી આપી હતી. જેની સામે કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, રાજય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. અમને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી. પરંતુ, શેની તપાસ કરવાના છે તેની સ્પષ્ટતા કરી નથી. SMC કમિશનર ઉપર આક્ષેપ છે તો તેમનો ખુલાસો કેમ માગ્યો નહીં? કોર્ટે કહ્યું- તમે મને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો, SMC કમિશનરે પોતાના હોદા પર અત્યાર સુધી શું કરે છે? મ્યુનિસિપલ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો તેને નકાર્યો નથી, તેના જ નંબરથી મેસેજ થયો તેનો પણ સ્વીકાર. પાવર ધરાવતો આક્ષેપિત વ્યકિત હોદા પર હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેમ થાય? કોર્ટે સુનાવણી દરમિયાન વધુમાં કહ્યું કે, SMC કમિશ્નરે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી છે, તેને ચોખ્ખા હાથે આવવું જોઈએ. કમિશનરને કોઈએ ડિમોલીશન માટે સૂચના આપી છે. એક વખત ડિમોલિશન કરવાની તાકત આવે એટલે આવું બધું કરે.શું આ દેશમાં કાયદો નથી? 150 પરિવારોને રોડ ઉપર લાવી દીધા ! જેના આદેશથી આ ડિમોલીશન થયું તે જ તપાસ કમિટીની રચના કરે છે. હાઈકોર્ટનું અવલોકન સુનાવણી દરમિયાન કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, નાનો કર્મચારી SMC કમિશનર પર આક્ષેપ કરતી હાઈકોર્ટમાં ખોટી એફિડેવિટ કરવાની હિંમત કરે નહીં. રાજ્ય પણ તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ ન નાખે. કોર્ટે કહ્યું, કમિશનર સામે પ્રથમદર્શી આક્ષેપો, તેને સસ્પેન્ડ ના કરો પણ પ્રાથમિક તપાસ ક્યાં? હોદા પર કેમ? રાજ્ય કેમ જાતે કાર્યવાહી નથી કરવા માંગતું, કોને બચાવવા માંગે છે, તલસ્પર્શી અભ્યાસ એટલે શું ? એડવોકેટર જનરલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કમિશ્નરે નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરવા નથી કહ્યું.કોર્ટે કહ્યું-તો કમિશ્નરને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં રસ કેમ ? આ જમીનનો ભાગ એક પારસીના નામે ! પ્રાઇવેટ વ્યક્તિની જમીન ખાલી કરાવવા માટે અમને માંગ મળી પણ અમે ના પાડી કે પહેલા ડી માર્કેશન કરવું.પડે, પણ ડિમોલિશન થયું. કોર્ટ: ના, અરજદારના વકીલે કોર્ટ સમક્ષ પુરાવા મુક્યા છે કે ડિમોલિશન વાલી જમીન એક ખાનગી વ્યક્તિની છે. એડવોકેટ જનરલઃ ના, જમીન જુદા જુદા સીટી સર્વે નંબરમાં વહેંચાયેલી, ડિમોલિશન ભાગ પ્રાઇવેટ જમીન ઉપર નહીં. કોર્ટઃ પહેલા ડેવલપમેન્ટ પરમિશન અપાઈ, રોડ લાઇન માટે લેવાની હતી, પણ પ્રાઇવેટ માણસ માટે ડિમોલિશન કરાયું. FSI બેનીફીટ માટે જમીન આપી પછી SMC ડિમોલિશન કરે ! તેમે પ્રાઇવેટ માણસોના હિતમાં કામ કર્યું. કોર્ટે કહ્યું- તમે 30 થી 40 વર્ષ કશું ના કર્યું, હવે અચાનક ડિમોલીશન કર્યું. ખાનગી વ્યક્તિએ કશું ના કર્યું, પછી જમીન કોર્પોરેશનને આપી અને કહ્યું તમે દબાણ હટાવો ! ખાનગી વ્યક્તિએ રોડના નામે ડી માર્કેશન કરવા કહ્યું. એડવોકેટ જનરલઃ 1980માં રોડ બનાવવાનું નક્કી હતું. એડવોકેટ જનરલઃ ખાનગી વ્યક્તિએ રોડ માટે જમીન આપી, તેને ડી માર્કેશન કરવા કહ્યું પણ ડિમોલિશન થયું. કોર્ટ: અમે કન્વિન્સ નથી, ખરા માલિકે કોર્પોરેશનનો ઉપયોગ કર્યો. કોર્ટ રાજ્ય ચલાવતી નથી, રાજ્યને ખબર પડી કે 150 ઘર તોડી પાડ્યા કોઈપણ કાનૂની કાર્યવાહી વગર, શું આ મોટી વાત નથી ? કોર્ટ: જો આક્ષેપિત વ્યક્તિ હોદ્દા ઉપર હોય તો લોકોમાં ન્યાયની ભાવના ક્યાંથી આવશે? શું SMC કમિશ્નર સામેના આક્ષેપો ગંભીર નથી ? એડવોકેટ જનરલઃ તે મુદ્દે તપાસ થશે, અત્યારે પુનર્વસન પર પહેલા કામ. કોર્ટઃ પણ પુનર્વસન રાજ્યના અને લોકોના ખર્ચે કેમ?, દોષિતાના ખર્ચે કરો.
    Click here to Read More
    Previous Article
    દેવગઢ બારીઆના પીપલોદમાં પરિણીતાએ આપઘાત કર્યો:આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ શરુ કરી
    Next Article
    ચારુસેટની MTINને રાષ્ટ્રીય નર્સિંગ એવોર્ડ:પશ્ચિમ ભારતમાં નર્સિંગ શિક્ષણ શ્રેષ્ઠતા માટે સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment