Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ બારીઆના પીપલોદમાં પરિણીતાએ આપઘાત કર્યો:આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ શરુ કરી

    1 day ago

    દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામના માતાનામઢ ફળીયામાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. શિલ્પાબેન રમેશ ડાયરા નામની મહિલાએ ગામમાં આવેલા એક આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક પીપલોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો પીપલોદ પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આત્મઘાતી પગલા પાછળનું સચોટ કારણ અકબંધ હાલમાં આ આત્મઘાતી પગલા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી. મૃતક મહિલાએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ આસપાસના લોકોના નિવેદનો નોંધવાની અને પરિવારજનોની પૂછપરછ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. પોલીસ દ્વારા મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઝીણવટભરી તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    EPS-95 પેન્શનર્સઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:વડીલો 15 ઓગસ્ટ પછી આત્મવિલોપન અને 'જેલ ભરો' આંદોલનની ચીમકી
    Next Article
    SMC કમિશનર કેવી રીતે પોતાના હોદા પર રહી શકે? :HC:નાસીરનગર ડિમોલીશન મામલે કહ્યું- 'રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે', દોષિતોના ખર્ચે પુનર્વસન કરો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment