Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટની MTINને રાષ્ટ્રીય નર્સિંગ એવોર્ડ:પશ્ચિમ ભારતમાં નર્સિંગ શિક્ષણ શ્રેષ્ઠતા માટે સન્માનિત

    1 day ago

    ચારોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ (MTIN)ને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત 'બેસ્ટ ઇન નર્સિંગ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એક્સલન્સ એવોર્ડ – ફર્સ્ટ અચીવર (વેસ્ટર્ન ઈન્ડિયા)' એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન હૈદરાબાદ ખાતે યોજાયેલા 4th ICC નેશનલ નર્સિંગ એક્સલન્સ એવોર્ડ્સ સમારોહમાં પ્રાપ્ત થયું હતું. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા આયોજિત આ એવોર્ડ્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (INC) અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ (CAHO)ના સહયોગથી યોજાયા હતા. આ એવોર્ડ નર્સિંગ શિક્ષણ અને આરોગ્યસેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓને સન્માનિત કરે છે. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ડૉ. ટી. દિલીપ કુમારના હસ્તે MTINના પ્રિન્સિપાલ ડૉ. અનિલ શર્માએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. MTINએ નર્સિંગ શિક્ષણમાં ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, અદ્યતન ક્લિનિકલ તાલીમ, સંશોધન અને વિદ્યાર્થીકેન્દ્રિત અભિગમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સંસ્થા કુશળ, માનવતાવાદી અને વૈશ્વિક આરોગ્યક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ નર્સિંગ પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ બદલ ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. બિનીત પટેલ અને સમગ્ર ચારુસેટ પરિવારે MTINને અભિનંદન પાઠવ્યા હતા. આ રાષ્ટ્રીય સન્માન માત્ર સંસ્થાની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારત માટે ગૌરવની બાબત છે, જે નર્સિંગ શિક્ષણ ક્ષેત્રે ચારુસેટની આગેવાનીને વધુ મજબૂત બનાવશે.
    Click here to Read More
    Previous Article
    SMC કમિશનર કેવી રીતે પોતાના હોદા પર રહી શકે? :HC:નાસીરનગર ડિમોલીશન મામલે કહ્યું- 'રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે', દોષિતોના ખર્ચે પુનર્વસન કરો'
    Next Article
    વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, કુલ 10 મોત:એક મહિલા ગંભીર; 4 સારવાર હેઠળ, બે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment