Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, કુલ 10 મોત:એક મહિલા ગંભીર; 4 સારવાર હેઠળ, બે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા ફટાકડા કારખાનામાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે, જેમાં 95% દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવમાં હાલ 4 લોકો સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણમાંથી બે આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 7 દિવસના એટલે કે 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે આરોપીઓને પૂછ્યું કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે? જેના જવાબમાં બન્નેએ આરોપીએ ના પાડી હતી. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ફેક્ટરીમાં આગ લાગતા 10 લોકોના મોત અને 5ને ઇજા થઈ છે. 10માંથી 04 મૃતક 18 વર્ષથી નીચેના સગીર છે. આરોપી રમીલાબેન પણ ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બન્ને આરોપીની 19 જુલાઈથી અટકાયત કરી લેવાઈ છે. તેમણે પરમિટ વગર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલુ કરી દીધી હતી. બીજા કોઈ ભાગીદાર કે આર્થિક મદદ કરી તે જાણવાનું છે પણ આરોપીઓ હકીકત જણાવતા નથી. 1. બીજે ક્યાંય આરોપીઓની કોઈ ફેક્ટરી છે, તેમાં આરોપીઓ ભાગીદાર છે તે તપાસ કરવી 2. આટલો મોટો દારૂખાનાનો જથ્થો ક્યાંથી લાવ્યા, બીજે ક્યાંય જથ્થો પડ્યો છે કે નહીં 3. આરોપીઓના મોબાઈલ ફોન જ્યાં છુપાવ્યા છે તે અને CDR મેળવવાના છે 4. વિસ્ફોટક પદાર્થનો જથ્થો બીજા કોઈને આપ્યો, રજીસ્ટર છે , કેવી રીતે ફટાકડા બનાવતા તેની તપાસ કરવાની 5. સ્થળ ઉપર રિ-કન્સ્ટ્રકશન કરવા આરોપીઓની તપાસ 6. પરવાના વગર ફેક્ટરી ચલાવવામાં AMC અધિકારીઓની સંડોવણી છે કે કેમ ? 7. 2014 માં રમીલાબેનની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયેલો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું 8. ફેક્ટરી બંધ કરાઈ છતાં ફરી પરવાના વગર ચાલુ કરી, આવું કરવા ટેવાયેલા છે જ્યારે આરોપીના વકીલે જણાવ્યું કે, આ ઘટના એક અકસ્માત છે. આ કોઈ જાણી જોઈને કરાયેલુ કૃત્ય નથી. આગમાં મોટાભાગના દસ્તાવેજો નાશ પામ્યા છે. આરોપીઓની પૂછપરછ કરાઈ ચૂકી છે. અમારી પાસે લાયસન્સ હતું. ભાગીદારોની પૂછપરછ પોલીસ કસ્ટડીમાં થઈ જ ગઈ હોય છે. પુરુષનો 95 %થી વધારે અને મહિલાનો 75 %થી વધારે હિસ્સો દાઝ્યો સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ફટાકડા ફેક્ટરીમાં જે ગોઝારી ઘટના બની, એનાથી 5 દર્દી દાખલ કરેલા. જેમાં એક મહિલા અને ચાર પુરુષ હતા. એમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર રીતે દાઝેલા હતા. પુરુષનો 95 %થી વધારે અને મહિલાનો 75 %થી વધારે હિસ્સો દાઝેલો હતો. બાકીના દર્દીઓને સ્કીન બેંકમાંથી ચામડી લગાવવામાં આવી વધુમાં કહ્યું કે, જ્યારે ત્રણ દર્દી બર્ન્સ વોર્ડમાં દાખલ છે, જેમાં બે બર્ન્સ વાળા દર્દી છે, એકને 40% છે, એકને 20% છે. આ બંને દર્દીને સિવિલ હોસ્પિટલ પાસે સ્કીન બેંક હોવાથી જે 40% વાળા દર્દી છે એને લગભગ શરીરના 28% ભાગમાં દાનમાં મળેલી ચામડી લગાવવામાં આવી છે. જ્યારે એ જ રીતે 20%ના દાઝેલા દર્દીને 15% જેટલા એરિયાની અંદર સ્કીન બેંકની ચામડી લગાવવામાં આવી છે, જેથી કરીને અમારી ટીમ, પ્લાસ્ટિક સર્જરી ટીમ સઘન સારવાર કરી રહી છે. એમને ઝડપથી રિકવરી થાય એવી કોશિશ કરી રહી છે, જ્યારે જે ત્રીજા વ્યક્તિ જે દાખલ છે એ બિલકુલ સ્વસ્થ છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર 18 જુલાઈએ ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવી ગેરકાયદે ધમધમતી ફટાકડી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ત્રણ બાળકો સહિત 9 લોકોના મોત નિપજ્યા હતાંં. જ્યારે 6 લોકો દાઝી જતા અને ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા. બનાવ સ્થળથી 300 મીટર દૂર ઓરડીમાં પંખો અને દરવાજા તૂટી ગયા હતા અને ખેતરમાં ઉભો પાક સળગ્યો હતો. (વાચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા દાહોદના 5 મૃતકો માતા-4 બાળકોની એક સાથે અર્થી ઊઠી અમદાવાદના ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં દાહોદના સંજેલીના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યો છે. માતા અને 4 બાળકોના મૃતદેહ ઘરે પરત ફરતા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે બાળકોના પિતા ગંભીર રીતે દાઝી જતા અત્યારે સારવાર હેઠળ છે. જ્યારે પિછોડા ગામના પણ પતિ પત્ની આ જ જગ્યાએ કામ ઉપર ગયા હતા તેમને પણ દાઝી જતા અમદાવાદમાં સારવાર હેઠળ ચાલી રહી છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.) અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની તપાસ માટે SITની રચના, ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવાયું અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 9 લોકોના મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઘટના બન્યાના 24 કલાકમાં જ ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજ વિસ્તારમાં લાઈસન્સ વગર ચાલતી અન્ય બે ફેક્ટરીઓ પણ સીલ કરી દેવામાં આવી છે. જે ફેક્ટરીમાં 9 લોકોના મોત નિપજ્યા છે તેની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જો કે, SITમાં પોલીસ સિવાય કોઈ અન્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ ન કરાતા આશ્ચર્ય સર્જાયું છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
    Click here to Read More
    Previous Article
    ચારુસેટની MTINને રાષ્ટ્રીય નર્સિંગ એવોર્ડ:પશ્ચિમ ભારતમાં નર્સિંગ શિક્ષણ શ્રેષ્ઠતા માટે સન્માનિત
    Next Article
    સિટી એન્કર:બે માસમાં નાના હીરાના ભાવ 6.4% વધતાં ઉદ્યોગ માટે રિકવરીના સંકેત, વિદેશના વેપારી ઝડપી પેમેન્ટ કરીને માલ સ્ટોક કરવા માંડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment