Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂગલ પરના હેલ્પલાઈન નંબરે બેંક ખાતું ખાલી કરાવ્યું!:ફોન પે રિફંડ માટે સર્ચ કરેલા નંબર પરથી સાયબર ઠગોએ સ્ક્રીન શેર કરાવડાવી 64 હજારની છેતરપિંડી આચરી

    1 day ago

    વડોદરાના હરણી રોડ વિસ્તારમાં રહેતા આધેડને ઓનલાઈન કસ્ટમર કેર નંબર સર્ચ કરવો ભારે પડ્યો છે. યુપીઆઈમાંથી ડેબિટ થયેલા રૂપિયા 2,300ના રિફંડ માટે ગૂગલ પરથી મળેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરતાં સાયબર ઠગોએ 'હેલ્પ ડેસ્ક હોસ્ટ' એપ ડાઉનલોડ કરાવી સ્ક્રીન શેરિંગ મારફતે બેંક ખાતામાંથી રૂ. 64,011 સેરવી લીધા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાસબુકમાં અનધિકૃત ટ્રાન્સફર જણાતાં ગૂગલ પર હેલ્પલાઈન સર્ચ કરી હરણી રોડ પર આવેલી પુષ્ટીધામ સોસાયટીમાં રહેતા અને શર્મા પેકેજિંગમાં નોકરી કરતા ચિરાગ રમેશચંદ્ર સુરા બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા ગયા ત્યારે ખાતામાંથી રૂ. 2,300 ડેબિટ થયાનું સામે આવ્યું હતું. ફોન પે હિસ્ટ્રીમાં આ અંગે કોઈ વિગત ન મળતાં તેમણે ગૂગલ પરથી ફોન પે યુપીઆઈ કસ્ટમર કેરનો નંબર મેળવી સંપર્ક કર્યો હતો. સાયબર ઠગે રિફંડ અપાવવાની ખાતરી આપી તેમને જાળમાં ફસાવ્યા હતા. સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પિન એન્ટર કરાવ્યો આરોપીએ ચિરાગભાઈ પાસે પ્લે સ્ટોરમાંથી 'હેલ્પ ડેસ્ક હોસ્ટ' નામની સ્ક્રીન શેરિંગ એપ ઇન્સ્ટોલ કરાવી સેટિંગ્સ ચાલુ કરાવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ પર કોડ મોકલી બેંક ઓફ બરોડાની એપ અને ફોન પે મારફતે બે વાર પિન એન્ટર કરાવ્યો હતો. શંકા જતાં તેમણે ફોન બંધ કરી દીધો હતો, પરંતુ રાત્રે ફોન ચાલુ કરતાં જ ખાતામાંથી રૂ. 60,010 અને રૂ. 4,001 મળી કુલ રૂ. 64,011 ઉપડી ગયાના મેસેજ મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    iQOO Pad Pro 8.8 Launch Teased; Confirmed to Feature 9,020mAh Battery
    Next Article
    જંગલેશ્ર્વર ડિમોલિશન ખર્ચકાંડની તપાસ ક્યાં પહોંચી ?:રાજકોટમાં શનિવારે યોજાનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસ જવાબ માંગશે, પાણીની વર્તમાન પરિસ્થિતિ અને નવા ડેમ બનાવવાના આયોજન સહિત 23 પ્રશ્ર્નો ચર્ચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment