Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-રાજકોટ હાઈવે પર SMCની કાર્યવાહી:વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં 94.84 લાખનો વિદેશી દારૂ પકડ્યો, 1.25 કરોડથી વધુના મુદ્દામાલ સાથે હરિયાણાના બે શખ્સોની ધરપકડ

    16 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરીને રૂ.94.84 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બલદાણા ગામ નજીક જાહેર રસ્તા પરથી ટ્રકમાં લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ.1,25,35,111નો મુદ્દામાલ કબજે કર્યો છે. 555 પેટી દારૂ અને 20,976 બોટલ કબજે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એચ. રાઠોડની ટીમે બલદાણા ગામ નજીક આવેલા જય દ્વારકાધીશ ટી સ્ટોલની સામે, લીમડીથી રાજકોટ તરફ જતા હાઈવે પર રેઈડ કરી હતી. દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 555 પેટી મળી આવી હતી. જેમાં કુલ 20,976 બોટલ હોવાનું સામે આવ્યું હતું, જેની કિંમત રૂ.94,84,140 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક વાહન, એક મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1.25 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હરિયાણાના ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ રેઈડ દરમિયાન પોલીસે હરિયાણાના બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં હરિયાણાના યમુનાનગરના ગુલાબનગરમાં રહેતા જોગાસિંહ સુંદરસિંહ ભગીયાના (જાંટ) અને હરિયાણાના ભીવાણીના ચાંગમાં રહેતા નરેશ મદનલાલ શર્મા (પંડીત)નો સમાવેશ થાય છે. બંને પૈકી જોગાસિંહ ટ્રક ચાલક અને નરેશ શર્મા ક્લીનર હોવાનું જાણવા મળ્યું છે. જથ્થો મંગાવનાર સહિત ચાર આરોપીઓ વોન્ટેડ ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર, ટ્રક માલિક સહિત અન્ય ચાર શખ્સોની સંડોવણી બહાર આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. જેમાં રમેશકુમાર જાટ, રહે. જજર, હરિયાણા સહિત ચાર આરોપીઓ હાલ વોન્ટેડ છે. વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ આ સમગ્ર મામલે ઝડપાયેલા બે આરોપીઓ તથા વોન્ટેડ ચાર આરોપીઓ મળી કુલ છ શખ્સો વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુનો દાખલ કરી પોલીસે સમગ્ર દારૂના જથ્થાના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં રીલ્સ જોઈ સોલાર પેનલ મંગાવવી વેપારીને ભારે પડી:અદાણીની પેનલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી મુંબઇની કંપનીએ રૂ.19.35 લાખ પડાવ્યા
    Next Article
    મકાન ફાળવણીમાં અધિકારીઓ પર નજર રહેશે:આવાસ યોજનાના સેમ્પલ ડ્રો હવે ભાજપની કમિટી સમક્ષ પણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment