Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાન ફાળવણીમાં અધિકારીઓ પર નજર રહેશે:આવાસ યોજનાના સેમ્પલ ડ્રો હવે ભાજપની કમિટી સમક્ષ પણ કરાશે

    16 hours ago

    ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવતા હોય છે, ત્યારે ફાળવણીની પ્રક્રિયા કરવા માટે કરવામાં આવતા ડ્રોમાં પારદર્શિતા રહે તેના માટે હવે મકાનોની ફાળવણી માટેનો ડ્રો હાઉસિંગ કમિટી સમક્ષ પણ કરવામાં આવશે અને કમિટી સમક્ષ થયેલા ડ્રોને જ અંતિમ ગણીને લોક કરી મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવશે. અત્યાર સુધી ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા સેમ્પલ ડ્રો અને હાઉસિંગ સેલ દ્વારા ડ્રો કર્યા બાદ ફોર્મેટ લોક કરીને મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવતું હતું. ડ્રો પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડ્રો પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધે માટે નિર્ણય લેવાયો: દર્શન શાહ હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે, મકાનોની ફાળવણી માટેની ડ્રો પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ડ્રો પ્રક્રિયામાં વધુ એક લેયર ઉમેરવામાં આવ્યો છે. કોઈ ગેરરીતિ અંગે ફરિયાદ મળી હોય કે એવો કોઈ મુદ્દો ધ્યાન પર આવ્યો હોય તેવું નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે હેતુથી આ નિર્ણય કરાયો છે. હાઉસિંગ કમિટી સમક્ષ ડ્રો કરવામાં આવશે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા સેમ્પલ ડ્રો કરવામાં આવે છે. ત્યારબાદ હાઉસિંગ સેલ દ્વારા મકાનોની ફાળવણી માટે ડ્રો કરી ફોર્મેટ લોક કરીને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોકલવામાં આવતું હતું. હવે આ પ્રક્રિયામાં હાઉસિંગ કમિટી સમક્ષ ડ્રો કરવામાં આવશે. તેના પછી બધી તપાસ થયા પછી મ્યુનિસિપલ કમિશનરને ડ્રોનું લેપટોપ મોકલી દેવામાં આવશે અને અંતિમ લોકોની અને મહાનુભાવોની હાજરીમાં કમિશનર કરશે. અલગ-અલગ ડ્રોમાં એક વ્યક્તિનું નામ આવે તો રદ કરાશે ડ્રો પ્રક્રિયા દરમિયાન એક જ વ્યક્તિનું નામ અલગ-અલગ ડ્રોમાં એક જ મકાન નંબર માટે આવતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો એક જ વ્યક્તિનું નામ અલગ-અલગ ડ્રોમાં એક જ મકાન નંબર માટે આવે તો તે નામ રદ કરવામાં આવશે. મકાનોની ફાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેર મારફતે ડ્રો કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 'મિશન મિલિયન ટ્રીઝ' અભિયાનને વૈશ્વિક સ્તરે સન્માન શહેરને હરિયાળું બનાવવાના પ્રયાસો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના 'મિશન મિલિયન ટ્રીઝ' અભિયાનને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જોકે, એક તરફ વૃક્ષારોપણ માટે વૈશ્વિક એવોર્ડ મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ શહેરમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જાહેરાત અને નડતરરૂપ વૃક્ષોનું નાગરિકો દ્વારા જાતે જ નિકંદન કરવામાં આવી રહ્યું છે. શ્યામલ વિસ્તારમાં આવેલા IOC પેટ્રોલ પંપના સંચાલક દ્વારા પોતાના જાહેરાત બોર્ડ સ્પષ્ટ રીતે દેખાય તે માટે નડતરરૂપ 5 વૃક્ષોનું હેવી ટ્રિમિંગ કરવામાં આવ્યું હોવાની સાથે વૃક્ષોની ડાળીઓ કાપી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બોર્ડ ઢંકાઈ જતું હોવાથી વૃક્ષોની ડાળીઓ દૂર કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતાં 'તપાસ કરાવીશું' એવો જવાબ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-રાજકોટ હાઈવે પર SMCની કાર્યવાહી:વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં 94.84 લાખનો વિદેશી દારૂ પકડ્યો, 1.25 કરોડથી વધુના મુદ્દામાલ સાથે હરિયાણાના બે શખ્સોની ધરપકડ
    Next Article
    અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે 6.72 કરોડની છેતરપિંડી:મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment