Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે 6.72 કરોડની છેતરપિંડી:મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

    15 hours ago

    અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના તપોવન મંદિર, ચિતલ રોડના મૂળ રહેવાસી અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઈ રતિલાલ મહેતાએ અમરેલી સિટી પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં હાર્દિક વિપુલભાઈ મહેતા અને ભવદીક વિપુલભાઈ મહેતા, બંને મૂળ પીઠવડી ગામ, તાલુકો સાવરકુંડલા અને હાલ સુરત ખાતે રહેતા હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ, અમરેલી તાલુકાના ફતેપુર ગામે સાવરકુંડલા રોડ પર આવેલી રે.સ. નં. 32/2ની મિલકતમાં રહેલા પતરાં, લોખંડ, એંગલ, ગર્ડર સહિતના ભંગારના માલનું આરોપી નં.1એ ફરિયાદીના કુલમુખત્યાર તરીકે રૂ.80 લાખમાં વેચાણ કર્યું હતું. આ વ્યવહારમાંથી ફરિયાદીને રૂ.10 લાખ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ.70 લાખ ચૂકવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચિતલ રોડની રૂ.6 કરોડની મિલકતનો વ્યવહાર ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, અમરેલીના ચિતલ રોડ પર રે.સ. નં.37/2માં આવેલા પ્લોટ નં.12, 13, 26 અને 27ની આશરે 1,391.30 ચોરસ મીટર જમીન અને ચાર માળના બાંધકામવાળી મિલકતનો રૂ.6 કરોડમાં વેચાણનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ મિલકતના વ્યવહાર માટે ફરિયાદી હેમેન્દ્રભાઈ મહેતા પાસેથી ગિફ્ટ ડીડથી દસ્તાવેજ કરાવવામાં આવ્યો હતો અને રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી. પ્રોમિસરી નોટ અને કરાર છતાં રકમ ન ચૂકવ્યાનો આક્ષેપ ફરિયાદ મુજબ, રૂ.6 કરોડની રકમ ચૂકવવા અંગે પ્રોમિસરી નોટ તેમજ નોટરી સમક્ષ સમજુતી કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓએ આ રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, 29 ઓગસ્ટ 2026ના રોજ ગિફ્ટ ડીડનો દસ્તાવેજ છોડાવવા માટે ફરિયાદી પાસેથી રૂ.2.50 લાખ રોકડા લીધા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. કુલ રૂ.6.72 કરોડના વિશ્વાસઘાતની ફરિયાદ ફરિયાદી મુજબ, કાયદેસર રીતે ચૂકવવાની રકમ ચૂકવવા બંને આરોપીઓ બંધાયેલા હોવા છતાં રકમ ચૂકવવામાં આવી નહોતી. આ રીતે ભંગારના વ્યવહારની રૂ.70 લાખની બાકી રકમ, મિલકતના રૂ.6 કરોડના વ્યવહાર તથા અન્ય રૂ.2.50 લાખ સહિત કુલ રૂ.6,72,50,000ના વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મકાન ફાળવણીમાં અધિકારીઓ પર નજર રહેશે:આવાસ યોજનાના સેમ્પલ ડ્રો હવે ભાજપની કમિટી સમક્ષ પણ કરાશે
    Next Article
    મોરબીમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી:મણિમંદિરમાં ‘આશીર્વાદના દિવડા’ કાર્યક્રમ યોજાયો, 5 હજારથી વધુ લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment