Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી:મણિમંદિરમાં ‘આશીર્વાદના દિવડા’ કાર્યક્રમ યોજાયો, 5 હજારથી વધુ લોકો જોડાયા

    15 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ‘આશીર્વાદના દિવડા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ દિવડા અને દીપમાળા પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. 25 વર્ષના સેવાકાર્ય અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આયોજન ‘રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત 25 વર્ષના સફળ સેવાકાર્યો’ તેમજ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દીપ પ્રગટાવી આરતીમાં પણ ભાગ લીધો હતો. મંત્રી કાંતિ અમૃતિયાએ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની સેવા કરી રહ્યા છે. આગામી સમયમાં પણ તેઓ દેશની વધુ સેવા કરી શકે તે માટે ભગવાન તેમને શક્તિ, તંદુરસ્તી અને દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. એક મહિના સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આજથી આગામી એક મહિના સુધી મોરબી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, જનકલ્યાણ, સ્વચ્છતા અને શ્રમદાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમોને જનઆંદોલનનું સ્વરૂપ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મણિમંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ ‘આશીર્વાદના દિવડા’ કાર્યક્રમમાં માજી મંત્રી જયંતી કવાડિયા, મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા, શહેર ભાજપ પ્રમુખ નૈમિષ પંડિત સહિતના ભાજપના આગેવાનો, મહાપાલિકાના કોર્પોરેટરો, નગરજનો તેમજ કમિશનર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત ઉપસ્થિત લોકોએ મણિમંદિરના પટાંગણમાં ગરબા પણ લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે 6.72 કરોડની છેતરપિંડી:મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
    Next Article
    Ground Report ।વિદાય પહેલા વરસાદનું વળતું જોર । Heavy Rain | Saurashtra |Gujarat Rain | Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment