Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં રીલ્સ જોઈ સોલાર પેનલ મંગાવવી વેપારીને ભારે પડી:અદાણીની પેનલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી મુંબઇની કંપનીએ રૂ.19.35 લાખ પડાવ્યા

    16 hours ago

    ભાવનગરમાં સોલાર રૂફ ટોપની ઓફિસ ધરાવતા વેપારી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે અદાણી સોલાર પેનલ આપવાની જાહેરાત જોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મુંબઈની કથિત કંપનીના પ્રતિનિધિએ વેપારીનો વિશ્વાસ કેળવી 40 ટકા એડવાન્સ રકમ પેટે ₹19.35 લાખ પડાવી લીધા બાદ માલની ડિલિવરી ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 7 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન ₹19.35 લાખ ટ્રાન્સફર કર્યા 1 સપ્ટેમ્બર, 2026ના રોજ શહેરના ટોપ થ્રી સર્કલ પાસે શિવ અમૃત-3માં રહેતા ભગીરથભાઈ લાભશંકરભાઈ ધાંધલ્યાએ ઈન્સ્ટાગ્રામ પર અદાણી ટોપ કોન સોલાર પીવી મોડ્યુલના વેચાણ અંગેની રીલ જોઈ હતી. ગુજરાતમાં આ પેનલની અછત હોવાથી તેમણે રસ દાખવી 4 સપ્ટેમ્બરે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સનરૂફ એનર્જી સોલ્યુશન પ્રાઈવેટ લિ.ના અમનસિંઘ નામના શખ્સે ₹49.60 લાખનું કોટેશન મોકલી 40 ટકા એડવાન્સ પેમેન્ટ ભરી 15 દિવસમાં ડિલિવરી આપવાનું વચન આપ્યું હતું. વેપારીએ વિશ્વાસમાં આવી 7 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન ₹19.35 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અન્ય ડીલરો પાસેથી એડવાન્સ પેમેન્ટ મેળવી ડિલિવરી ન આપી 14 સપ્ટેમ્બરે વેપારીઓના ગ્રુપમાં મેસેજ અને સમાચાર પત્રોના કટિંગ દ્વારા જાણવા મળ્યું હતું કે આ જ કંપનીએ રાજકોટના યુગ સોલારના ભાવેશભાઈ, ડીસાના રોહિતકુમાર અને ધાર્મિકભાઈ સહિતના અન્ય ડીલરો પાસેથી પણ એડવાન્સ પેમેન્ટ મેળવી ડિલિવરી આપી નહોતી. ત્યારબાદ અમનસિંઘે ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદીની અરજીના આધારે આરોપી અમનસિંઘ વિરુદ્ધ BNSની કલમ 318(2), 318(4), 319(2) તથા આઈટી એક્ટની કલમ 66 (D) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તરણેતર મેળામાં મોરબીની 'આદિકલા કેન્દ્ર' મંડળીની રજૂઆત:સૌરાષ્ટ્રની ઓળખ સમા સૂપડા રાસથી દર્શકો મંત્રમુગ્ધ થયા
    Next Article
    અમદાવાદ-રાજકોટ હાઈવે પર SMCની કાર્યવાહી:વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં 94.84 લાખનો વિદેશી દારૂ પકડ્યો, 1.25 કરોડથી વધુના મુદ્દામાલ સાથે હરિયાણાના બે શખ્સોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment