Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતર મેળામાં મોરબીની 'આદિકલા કેન્દ્ર' મંડળીની રજૂઆત:સૌરાષ્ટ્રની ઓળખ સમા સૂપડા રાસથી દર્શકો મંત્રમુગ્ધ થયા

    17 hours ago

    પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ ખાતે તરણેતરનો મેળો યોજાયો હતો. ગુજરાત પ્રવાસન નિગમ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા દર વર્ષની જેમ પ્રાચીન રાસ-ગરબાની સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીની 'આદિકલા કેન્દ્ર ગૃપ' મંડળીએ પોતાની કલા શૈલી રજૂ કરીને ઉપસ્થિત કલાપ્રેમીઓને પ્રભાવિત કર્યા હતા. આદિકલા કેન્દ્ર ગૃપ દ્વારા કોરિયોગ્રાફર રવિરાજ પી. પૈજાના માર્ગદર્શન હેઠળ પરંપરાગત પ્રાચીન ગરબા રજૂ કરાયા. સાથે જ સૌરાષ્ટ્રની ઓળખ સમા સૂપડા રાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મંડળીના કલાકારોની સંગીતમય તાલબદ્ધ પ્રસ્તુતિએ મેળામાં હાજર ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી, કમિશનર, પંચાયત વિભાગના અધિકારીઓ અને રાજ્યભરમાંથી આવેલા હજારો દર્શકોને પ્રભાવિત કર્યા. લોકસંસ્કૃતિ અને પ્રાચીન કલાને જીવંત રાખવાના આદિકલા કેન્દ્રના આ પ્રયાસથી મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવોએ મંડળીની પ્રસ્તુતિને બિરદાવી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના ડારી આશ્રમમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના:PM મોદીના જન્મદિવસે મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો
    Next Article
    ભાવનગરમાં રીલ્સ જોઈ સોલાર પેનલ મંગાવવી વેપારીને ભારે પડી:અદાણીની પેનલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી મુંબઇની કંપનીએ રૂ.19.35 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment