Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના ડારી આશ્રમમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના:PM મોદીના જન્મદિવસે મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો

    17 hours ago

    વેરાવળના ડારી ટોલનાકા પાસે આવેલા "નિરાધાર નો આધાર માનવસેવા ટ્રસ્ટ" દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે ઇકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની સ્થાપના કરાઈ છે. વેરાવળના ડારી ટોલનાકા પાસે આવેલ "નિરાધાર નો આધાર માનવસેવા ટ્રસ્ટ" દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે ઈકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની સ્થાપના કરીને ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ​ટ્રસ્ટના પ્રમુખશ્રી જનક પારેખના જણાવ્યા અનુસાર, આશ્રમમાં હાલ ૮૦થી વધુ માનસિક અસ્થિર અને નિરાધાર ‘પ્રભુજીઓ’ (આશ્રિતો) આશરો લઈ રહ્યા છે. આ પ્રભુજીઓને ભક્તિમય વાતાવરણ મળી રહે તે માટે દર વર્ષે સંપૂર્ણપણે માટીમાંથી બનેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ મૂર્તિનું વિસર્જન વેરાવળ બંદર ખાતે કરવામાં આવશે, જેથી દરિયાઈ જીવસૃષ્ટિને કે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. ​આ ગણેશોત્સવ દરમિયાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે આશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં: ​નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ: આશ્રમના ૮૦થી વધુ પ્રભુજીઓ તેમજ આમંત્રિત મહેમાનો માટે ફ્રી હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ​વૃક્ષ વિતરણ અને પર્યાવરણ સંદેશ: પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગણેશ મંડપમાં "વૃક્ષો વાવો, વરસાદ લાવો - ધરતીને સ્વર્ગ બનાવો" જેવા જાગૃતિ ફેલાવતા સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ​આ કાર્યક્રમમાં કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા, મિલનભાઈ જોશી, મહેન્દ્રભાઈ પિઠીયા, પ્રવીણભાઈ આમેડા રેખાબેન શાહ, મુકેશ ચોલેરા અનિસ રાચ્છ, કેવિન કાનાબાર, પ્રભાસ પાટણ ફોરેસ્ટ વિભાગના RFO દિલાવર સી ડોડીયા શહીત અધિકારીઓ, આશ્રમના ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણીઓ, તબીબો અને બહોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ જનક પારેખે જણાવ્યું કે, આશ્રમમાં હાલ ૮૦થી વધુ માનસિક અસ્થિર અને નિરાધાર લોકો આશ્રય લઈ રહ્યા છે. તેમને ભક્તિમય વાતાવરણ મળે તે માટે દર વર્ષે સંપૂર્ણ માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે. આ મૂર્તિનું વિસર્જન વેરાવળ બંદર ખાતે કરવામાં આવશે. તેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ કે પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય.પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કિશોરભાઈ કુવાડા, જીતુભાઈ કુવાડા, મિલનભાઈ જોશી, મહેન્દ્રભાઈ પિઠીયા, પ્રવીણભાઈ અમેડા, રેખાબેન શાહ, મુકેશ ચોલેરા, અનિસ રાચ્છ, કેવિન કાનાબાર અને પ્રભાસ પાટણ ફોરેસ્ટ વિભાગના RFO દિલાવર સી ડોડીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પીએમ મોદીના 76માં જન્મદિવસની ઉજવણી:‘આશીર્વાદના દીપ’ પ્રજ્વલિત કરી ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાયો
    Next Article
    તરણેતર મેળામાં મોરબીની 'આદિકલા કેન્દ્ર' મંડળીની રજૂઆત:સૌરાષ્ટ્રની ઓળખ સમા સૂપડા રાસથી દર્શકો મંત્રમુગ્ધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment