Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પીએમ મોદીના 76માં જન્મદિવસની ઉજવણી:‘આશીર્વાદના દીપ’ પ્રજ્વલિત કરી ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાયો

    17 hours ago

    સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં ‘આશીર્વાદના દીપ’ પ્રજ્વલિત કરી ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવાને સમર્પિત આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન આ અભિયાન યોજાશે. દીપ પ્રજ્વલિત કરી કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવાને બિરદાવવા અને તેમને આશીર્વાદ પાઠવવાના સંકલ્પ સાથે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ દીપ પ્રજ્વલિત કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રંગોળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું કાર્યક્રમ દરમિયાન ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ આધારિત આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કૃતિઓ અને રાસ-ગરબાની રજૂઆત કરવામાં આવી હતી. પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોની ઉપસ્થિતિ આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય દીપોત્સવ:7500 ‘આશીર્વાદના દીવડા’થી ઝળહળ્યું લાખોટા તળાવ, PM મોદીના દીર્ઘાયુ-ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
    Next Article
    વેરાવળના ડારી આશ્રમમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના:PM મોદીના જન્મદિવસે મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment